For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ફૂડ વિભાગની દેશી ગોળ ડ્રાઈવ, 10 નમૂના લીધા

04:06 PM Apr 30, 2025 IST | Bhumika
ફૂડ વિભાગની દેશી ગોળ ડ્રાઈવ  10 નમૂના લીધા

ખાણીપીણીના 11 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી, ત્રણ કિલો વાસી ફ્રૂટનો નાશ

Advertisement

મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આજે ગોળના વેપારીને ત્યાં ચકાસણી હાથ ધરી લગ અલગ બ્રાન્ડના 10 દેશી ગોળના સેમ્પલ લઈ લેબમાં મોકલી આપ્યા હતાં. તેમજ ખાણીપીણીના 11 ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ હાથ ધરી શ્રીરામ ફ્રૂટ કોલ્ડ્રીંક્સમાંથી 3 કિલો વાશી ફ્રૂટનો નાશ કરી છ ધંધાર્થીઓને લાયસન્સ અંગે નોટીસ આપી હતી.

રાજકોટ મહાનગરપાલિકાના દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન અભય એપાર્ટમેન્ટ -13, ન્યુ જાગનાથ, રાજકોટ મુકામે આવેલ "શ્રીરામ ફ્રૂટ કોલ્ડ્રિંક્સ" પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ કાપેલા વાસી ફ્રૂટનો અંદાજીત કુલ 03 કિ.ગ્રા. વાસી અખાદ્ય જથ્થોનો સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને સ્થળ પર યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ. ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના નાનામવા સર્કલ રામ મસાલા માર્કેટ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 11 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 06 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ તેમજ ખાધ્ય ચીજોના કુલ 11 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.

Advertisement

ફૂડ વિભાગ દ્વારા આજે (01)ભગવતી મસાલા ભંડાર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)ઉમિયાજી મસાલા ભંડાર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)ઉત્તમ મસાલા માર્કેટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)ખેડૂત મરચાં ભંડાર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)રામનાથ મરચાં -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)ખોડિયાર ઘઉં ભંડાર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (07)જલારામ મસાલા ભંડાર (08)મહાદેવ મસાલા ભંડાર (09)જય રખાદાદા મીલ (10)શ્રીરામ મસાલા માર્કેટ (11)સતદેવીદાસ અમરદેવીદાસ મસાલા માર્કેટની ચકાસણી કરવામાં આવેલ હતી.

દસ સ્થળેથી નમૂના લેવાયા
ફૂડ વિભાગ દ્વારા નમુનાની કામગીરી દરમિયાન કોલ્હાપુરી ગોળ (લુઝ): સ્થળ- ગોકુલ ટ્રેડર્સ, દેશી ડાબાનો ગોળ (લુઝ): સ્થળ- જયદીપ ટ્રેડર્સ, કોલ્હાપુરી ગોળ (લુઝ): સ્થળ- અલી હુસૈન બદ્રુદિન ભારમલ, શ્રીજી’ શુધ્ધ દેશી ગોળ (950 ગ્રામ પેક્ડ): સ્થળ- અલી હુસૈન બદ્રુદિન ભારમલ, કોલ્હાપુરી ગોળ (લુઝ): સ્થળ- અજયભાઈ ભરતભાઇ સોમૈયા, કંદોઇ બજાર કોર્નર, સુખડી ગોળ (લુઝ): સ્થળ- અજયભાઈ ભરતભાઇ સોમૈયા, કંદોઇ બજાર કોર્નર, ’રાજમણી’ શુધ્ધ દેશી ગોળ (950 ગ્રામ પેક્ડ): સ્થળ- મે. અંદરજી ગોકલદાસ ગોળવાળા, કોલ્હાપુરી દેશી ગોળ (લુઝ): સ્થળ- મે. અંદરજી ગોકલદાસ ગોળવાળા, શુધ્ધ દેશી ગોળ (બરફી) (લુઝ): સ્થળ- પીતામ્બરદાસ ભવાનભાઈ કક્ક્ડ, આદિનાથ દેશી ગોળ (950 ગ્રામ પેક્ડ): સ્થળ- અન્નપૂર્ણા ટ્રેડર્સ, પરાબજાર મેઇન રોડ રાજકોટ ખાતેથી સેમ્પલ લઈ પૃથકરણ અર્થે મોકલી આપ્યા હતાં.

Advertisement
Tags :
Advertisement
Advertisement