ફૂડ વિભાગે દશેરાના દિવસે વેંચાણ ચાલુ રખાવી 36 મીઠાઇના નમૂના લીધા
મનપાના ફૂડ વિભાગ દ્વારા દશેરાના દિવસે પણ ફરસાણાના ધંધાર્થીઓને ત્યા ચકાસણી હાથ ધરી હતી. જેના લીધે લોકોને પણ આશ્ર્ચર્ય થયુ હતું. દુકાનોમાં મીઠાઇનુ વેંચાણ ચાલુ હતુ અને બીજી બાજુ ફૂડ વિભાગ નમૂના લેતુ હતું. તેનો મતબલ શું થાય તે સમજી શકાય છે. છતા કામગીરી બતાવવા ફૂડ વિભાગે 44 દુકાનોમાં ચેકિંગ કરી 9 ધંધાર્થીઓને હાયજેનીક અંગે નોટિસ આપી મીઠાઇ ફરસાણના 36 નમૂના લઇ લેબમાં મોકલી આપ્યા હતા.
ફૂડ વિભાગ દ્વારા (1)બાલાજી ફરસાણ (સ્વામિનારાયણ ચોક, કૃષ્ણનગર મેઇન રોડ) -યુઝ બાય ડેટ દર્શાવેલ ન હોવાથી નોટિસ (2)આશા ફરસાણ (સ્વામિનારાયણ ચોક, કૃષ્ણનગર મેઇન રોડ)- યુઝ બાય ડેટ દર્શાવેલ ન હોવાથી નોટિસ (3)પટેલ ફરસાણ (સ્વામિનારાયણ ચોક પાસે, અંબાજી કડવા પ્લોટ મેઇન રોડ) -યુઝ બાય ડેટ દર્શાવેલ ન હોવાથી નોટિસ (4)ભગવતી ફરસાણ (ગુરુપ્રસાદ ચોક, કૃષ્ણનગર મેઇન રોડ)- યુઝ બાય ડેટ દર્શાવેલ ન હોવાથી નોટિસ (05)શ્રી ખોડિયાર ડેરી ફાર્મ (પારસ એપાર્ટમેન્ટ, શોપ નં.03, 80’ રોડ, પપૈયાવાડી મેઇન રોડ) -યુઝ બાય ડેટ દર્શાવેલ ન હોવાથી નોટિસ (06)જય સિયારામ ફરસાણ હાઉસ (ગોકુલધામ મેઇન રોડ, આવાસ યોજના સામે) -યુઝ બાય ડેટ દર્શાવેલ ન હોવાથી નોટિસ (07)ગાત્રાળ ડેરી ફાર્મ (માધવ પાર્ક-3, કૃતિ એપાર્ટમેન્ટ પાછળ, 150’રિંગ રોડ) - યુઝ બાય ડેટ દર્શાવેલ ન હોવાથી નોટિસ (08)આંબીકા ફરસાણ (માધવ પાર્ક-3, કૃતિ ઓનેલા પાછળ, 150’રિંગ રોડ) -યુઝ બાય ડેટ દર્શાવેલ ન હોવાથી નોટિસ (09)બાલાજી ફરસાણ માર્ટ (હનુમાન મઢી ચોક, રૈયા રોડ) -હાઈજેનિક કન્ડિશન તથા યુઝ બાય ડેટ દર્શાવેલ ન હોવાથી નોટિસ આપવામાં આવેલ. તથા (10)માધવ ફરસાણ (કૃષ્ણનગર મેઇન રોડ) (11)વરિયા સ્વીટ માર્ટ (પારેવડી ચોક) (12)અંબિકા ફરસાણ માર્ટ (પારેવડી ચોક) (13)ચામુંડા ફરસાણ (જય જવાન જય કિશાન રોડ) (14)ભારત સ્વીટ માર્ટ (દિગવિજય રોડ) (15)ઘનશ્યામ ડેરી ફાર્મ (માધવ પાર્ક-3, કૃતિ ઓનેલા પાછળ, 150’રિંગ રોડ) (16)ગોકુળ ડેરી ફાર્મ સહિતના સ્થળેથી સેમ્પલ લીધા હતા.