ખાદ્ય પદાર્થના 30 નમૂના લેતુ ફૂડ વિભાગ
મનપાના ફૂડ વિભાગ દ્વારા આજે અલગ અલગ ખાદ્ય પર્દાથના ધંધાર્થીઓને ત્યા ચકાસણી હાથ ધરી સુકો મેવો, જાબુ, પનીર, કપાસીતેલ, મીઠો માવો, ચીઝ, પીઝા સહિતના 30 નમૂના લઇ પૃથ્કરણ અર્થે લેબમાં મોકલી આપ્યા હતા.
તેમજ ખાણીપીણીના 20 ધંધાથીઓને ચેકિંગ કાર્યવાહી દરમિયાન ખાદ્યપર્દાથની સ્થળ ઉપર ચકાસણી કરી પાંચ ધંધાર્થીઓને ફૂડ લાયસન્સ અંગે નોટીસ આપવામાં આવી હતી. ફૂડ વિભાગ દ્વારા આજે કોટેચા મેઇન રોડ ઉપર આવેલ તમામ પ્રકારના રેસ્ટોરેન્ટો તેમજ કરીયાણાની દુકાનો અને આઇસ્કીમ પાર્લર સહિતના એકમોમાં વહેલી સવારથી તપાસ હાથ ધરી હતી. છતાં એક પણ સ્થળેથી અખાદ્યપર્દાથ હાથ લાગ્ય ન હતો.
ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના આમ્રપાલી ફાટક થી હનુમાનમઢી સર્કલ સુધી વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ.
જેમાં 05 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 20 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ. (01)પરાગ સેન્ડવીચ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)તિરુપતિ મદ્રાસ કાફે -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)કિરણ ડ્રાયફૂટસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)રોયલ ફાસ્ટફૂડ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)જગદંબા ટેડ્ર્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (06)પટેલ રેસ્ટોરેન્ટ (07)બાલાજી ધ મેગી સેન્ટર (08)બાલાજી સેન્ડવીચ (09)સાગર વડાપાઉં (10)ડિઝાયર ફૂડ (11)રાધિકા આઇસ્ક્રીમ (12)મુરલીધર ફરસાણ (13)પારસ ફરસાણ (14)પ્રણામી ફરસાણ (15)ધુબાકા શીંગ (16)રાજ વસ્તુ ભંડાર (17)ઇટાલિયન બેકરી (18)બાલાજી શોપીંગ સેન્ટર (19)બાલાજી ફરસાણ માર્ટ (20)કોમલ રેસ્ટોરેન્ટની ચકાસણી કરવામાં આવેલ.