દશેરા પહેલાં ફૂડ વિભાગે 32 મીઠાઇના નમૂના લીધા
લેબ રિપોર્ટ આવ્યા પહેલાં તમામ મીઠાઇ લોકોના પેટમાં પહોંચી જશે પછી તંત્ર જાહેર કરશે કે આટલી મીઠાઇ ખાવાલાયક ન હતી લોકો રામ ભરોસે
ફૂડ વિભાગ દ્વારા દશેરાના આગલા દિવસે આજે 32 સ્થળેથી મીઠાઇઓના સેમ્પલ લઇ લેબમાં મોકલી આપ્યા હતા. જેનો રિપોર્ટ બે માસ બાદ આવશે આ સેમ્પલ પૈકી અનેક મીઠાઇમાં ભેળસેળ હોવાનુ પણ બહાર આવશે ત્યા સુધીમાં લોકો તમામ મીઠાઇ ખાઇને અમૂક બિમાર પણપડી ગયા હતા. આથી શહેરી જનો ભગવાન ભરોસે મીઠાઇ ખરીદી ખાઇ શકે છે. ફૂડ વિભાગ દ્વારા આજે અન્ય ધંધાથીઓને ત્યા ચકાસણી હાથ ધરી હતી.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન તહેવારને અનુલક્ષીને મીઠાઇ તથા ફરસાણના વિક્રેતાઓના એકમોની હાઈજેનિક કન્ડિશન તથા વપરાશમાં લેવાતા રો-મટિરિયલ તપાસવામાં આવેલ તેમજ ફુડ સેફ્ટીસ્ટાન્ડર્ડ એક્ટ -2006 હેઠળ મીઠાઇ તથા ફરસાણના વિક્રેતાઓ પાસેથી નીચે દર્શાવેલ વિગતો મુજબ કુલ 32 નમૂના લેવામાં આવેલ. 1. મીઠા સાટા (લુઝ): સ્થળ -શ્રી મહેશ વિજય ડેરી ફાર્મ, ડેસ્ટિનેશન પ્લસ, શોપ નં.01, અમિન માર્ગ, અક્ષર ચોક પાસે, 2. મધુર મિલન બરફી (લુઝ): સ્થળ -શ્રી મહેશ વિજય ડેરી ફાર્મ, ડેસ્ટિનેશન પ્લસ, શોપ નં.01, અમિન માર્ગ, અક્ષર ચોક પાસે, 3. હેઝલિશ મીઠાઇ (લુઝ): સ્થળ -શ્રી કૃષ્ણ ડેરી ફાર્મ, કૃષ્ણનગર મેઇન રોડ. મવડી પ્લોટ, 4. કાજુકતરી મીઠાઇ (લુઝ): સ્થળ -શ્રી કૃષ્ણ ડેરી ફાર્મ, કૃષ્ણનગર મેઇન રોડ. મવડી પ્લોટ, 5. મીઠો માવો (લુઝ): સ્થળ -શ્રી કૃષ્ણ ડેરી ફાર્મ, કૃષ્ણનગર મેઇન રોડ. મવડી પ્લોટ, 6. કાજુકતરી મીઠાઇ (લુઝ): સ્થળ -જય સીતારામ ડેરી ફાર્મ, મહાદેવવાડી મેઇન રોડ, અમૃત ગિયરની સામે, 7. મીઠા સાટા (લુઝ): સ્થળ -જય સીતારામ ડેરી ફાર્મ, મહાદેવવાડી મેઇન રોડ, અમૃત ગિયરની સામે, 8. ગાંઠિયા (લુઝ): સ્થળ -ધારેશ્વર ફરસાણ, 9. જલેબી (લુઝ): સ્થળ -ધારેશ્વર ફરસાણ, 10. મીઠા સાટા (લુઝ): સ્થળ -શ્રી મહેશ ડેરી ફાર્મ, વાણિયાવાડી મેઇન રોડ, 11. અંજીર બરફી (લુઝ): સ્થળ -શ્રી મહેશ ડેરી ફાર્મ, વાણિયાવાડી મેઇન રોડ, 12. પાપડી ગાંઠિયા (લુઝ): સ્થળ -જલારામ ફરસાણ, 13. જલેબી (લુઝ): સ્થળ -જય સિયારામ ફરસાણ, ગીતાનગર મેઇન રોડ, 14. મીઠા સાટા (લુઝ): સ્થળ -જય સિયારામ ફરસાણ, 15. મોરા સાટા (લુઝ): સ્થળ -રાધેશ્યામ ડેરી ફાર્મ, 16. પિસ્તા લાડુ (લુઝ): સ્થળ -રાધેશ્યામ ડેરી ફાર્મ, 17. જલેબી (લુઝ): સ્થળ -અન્નપુર્ણા ફરસાણ, 18. ભાવનગરી ગાંઠિયા (લુઝ): સ્થળ -અન્નપુર્ણા ફરસાણ, 19. પાપડી ગાંઠિયા (લુઝ): સ્થળ -જલિયાણ ફરસાણ, 20. જલેબી (લુઝ): સ્થળ -જલિયાણ ફરસાણ, 21. પાપડી ગાંઠિયા (લુઝ): સ્થળ -રાધેક્રિષ્ના ફરસાણ, 22. જલેબી (લુઝ): સ્થળ -શ્રી ઉમિયા ફરસાણ, 23. પાપડી ગાંઠિયા (લુઝ): સ્થળ -શ્રી ઉમિયા ફરસાણ, 24. મીઠા સાટા (લુઝ): સ્થળ -ગાયત્રી ફરસાણ માર્ટ, 25. મેસુબ (લુઝ): સ્થળ -બાલાજી ફરસાણ, 26. મીઠા સાટા (લુઝ): સ્થળ -ક્રિષ્ના સ્વીટ ફરસાણ, 27. જલેબી (લુઝ): સ્થળ -જય સિયારામ ફરસાણ, સરકાર મેઇન રોડ, 28. પાપડી ગાંઠિયા (લુઝ): સ્થળ -જય સિયારામ ફરસાણ, સરકાર મેઇન રોડ, 29. એક્ઝોટીકા (મીઠાઇ -લુઝ): સ્થળ -સીતારામ વિજય પટેલ આઇસ્ક્રીમ, હસનવાડી મેઇન રોડ સહિતના સ્થળેથી સેમ્પલ લઇ લેબમાં મોકલી આપ્યા હતા.
ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના સોરઠિયાવાડી થી પવનપુત્ર ચોક વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 13 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ 20 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ હતી.