ફૂડ વિભાગનું ધંધાર્થીઓ સાથે ઇલુ-ઇલુ: કાંઇ ન મળ્યું
પાંચ વેપારીને લાઇસન્સ અંગે નોટિસ આપી છ નમૂના લઇ ટીમ દ્વારા કામગીરી દર્શાવાઇ
મનપાના ફૂડ વિભાગ દ્વારા આખા રાજકોટમાં મોટો સ્ટાફ અને ગાડીઓનો કાફલો લઇને રોજ ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. છતા આજની કાર્યવાહીમાં ફૂડ વિભાગને કાંઇ હાથ ન લાગતા લાયસન્સ અંગે નોટિસ આપી 6 સ્થળેથી શુધ્ધ ઘી, શબ્જી, પનિર સહિતના નમૂના લઇ કામગીરી કર્યાનો સંતોષ માણ્યો હતો.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા FSW વાન સાથે શહેરના PDM કોલેજ સામે હોકર્સ ઝોન વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 16 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 05 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ 16 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ હતી. (1)જય બાલાજી દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (2)સાંઇ મદ્રાસ કાફે -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (3)સાંઇ દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (4)આશાપુરા દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)5 સ્ટાર ઘૂઘરા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (06)જય માતાજી છોલે ભટુરે (07)મારુતિ ઘૂઘરા (08)મારુતિ દાળપકવાન (09)બાલાજી મદ્રાસ કાફે (10)બાલાજી દાળપકવાન (11)મારુતિ ઈડલી સંભાર (12)અંબિકા દાળપકવાન (13)અન્ના મદ્રાસ કાફે (14)મહાદેવ દાળપકવાન (15)ભવાની દાળપકવાન (16)ટેસ્ટ કિંગ દાળપકવાનની ચકાસણી કરવામાં આવેલ હતી.
ફૂડ વિભાગ દ્વારા આજે નમૂના કામગીરી દરમિયાનVENU' COW DESI BUTTER (FROM 1 KG PKD.): સ્થળ -મે. વ્રજ પાર્લર, રવિ રાજ કોમ્પ્લેક્ષ શોપ નં.06, નાનામવા રોડ, સત્ય સાંઇ રોડ ક્રોસિંગ પાસે, રાજકોટ. 'VENU GHEE' PURE GHEE OF DESI COW (500ML PKD.): સ્થળ - મે. વ્રજ પાર્લર, રવિ રાજ કોમ્પ્લેક્ષ શોપ નં.06, નાનામવા રોડ, સત્ય સાંઇ રોડ ક્રોસિંગ પાસે, રાજકોટ. FRESH HIGH FAT PANEER (FROM 1 KG PACK):: સ્થળ - બાર્બેક્યુ નેશન હોસ્પિટાલિટી લી., ત્રીજો માળ, ક્રિસ્ટલ મોલ, રાણી ટાવર સામે, કાલાવડ રોડ, રાજકોટ. બટર ચીકન મસાલા (પ્રિપેર્ડ -લુઝ): સ્થળ -બાર્બેક્યુ નેશન હોસ્પિટાલિટી લી., ત્રીજો માળ, ક્રિસ્ટલ મોલ, રાણી ટાવર સામે, કાલાવડ રોડ, રાજકોટ. દાલ ફ્રાય સબ્જી (પ્રિપેર્ડ-લુઝ): સ્થળ-ધ પાઇનાવિન્ટા હોટલ, ગોંડલ રોડ, સમૃધ્ધી ભવનની સામે, બોમ્બે પેટ્રોલ પંપની બાજુમાં, રાજકોટ. મિક્ષ વેજીટેબલ સબ્જી (પ્રિપેર્ડ-લુઝ): સ્થળ -ધ પાઇનાવિન્ટા હોટલ, ગોંડલ રોડ, સમૃધ્ધી ભવનની સામે, બોમ્બે પેટ્રોલ પંપની બાજુમાં, રાજકોટ સહિતના સ્થળેથી સેમ્પ લીધા હતા.