ફૂડ વિભાગે 31 કિલો અખાદ્ય પદાર્થનો કર્યો નાશ
ખાણીપીણીની 24 દુકાનોમાં ચેકિંગ, 10 ધંધાર્થીઓને લાઈસન્સ અંગે અપાઈ નોટિસ
મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરની ખાણીપીણીની 24 દુકાનોમાં ચકાસણી હાથ ધરી વાસી બટેટા, ચટણી, અને દાઝ્યા તેલ સહિતના 31 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરી 10 ધંધાર્થીઓને લાયસન્સ અંગે નોટીસ ફટકારી બે સ્થળેથી છોલે ભટુરેની ગ્રેવી અને આજીનો મોટો સહિતના બે સેમ્પલ લઈ પૃથકરણ અર્થે લેબમાં મોકલી આપ્યા હતાં.
મહાનગરપાલિકા દ્વારા 24 સ્થળે ચેકીંગ કરવામાં આવેલ જેમાં (01)ઠાકર વડાપાઉં -અખાધ્ય જણાયેલ દાજીયા તેલનો 10 કિ.ગ્રા. જથ્થો નાશ કરવામાં આવેલ તથા લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (02)જલારામ વડાપાઉં- અખાધ્ય જણાયેલ દાજીયા તેલનો 09 કિ.ગ્રા. જથ્થો નાશ કરવામાં આવેલ તથા લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (03)શિવાંશી પાણીપુરી -અખાધ્ય જણાયેલ બટેટાનો માવો, પાણીપુરીનું પાણીનો 03 કિ.ગ્રા. જથ્થો નાશ કરવામાં આવેલ તથા હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ (04)શ્રી ગણેશ ઘૂઘરા -અખાધ્ય જણાયેલ ચટણીનો 03 કિ.ગ્રા. જથ્થો નાશ કરવામાં આવેલ તથા લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (05)કિસ્મત એગ્ઝ સેન્ટર -અખાધ્ય જણાયેલ બ્રેડનો 03 કિ.ગ્રા. જથ્થો નાશ કરવામાં આવેલ તથા લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (06)મારુતિ ઘૂઘરા -અખાધ્ય જણાયેલ ચટણીનો 02 કિ.ગ્રા. જથ્થો નાશ કરવામાં આવેલ તથા લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (07)કિસ્મત એગ્ઝ -અખાધ્ય જણાયેલ બ્રેડનો 01 કિ.ગ્રા. જથ્થો નાશ કરવામાં આવેલ તથા લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (08)દેવન રેસ્ટોરેન્ટ -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (9)જય રામદેવ ઘૂઘરા -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (10)પટેલ વડાપાઉં -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ. તથા (11)જય હો સરદાર (12)જય હો કાઠિયાવાડી, બાલાજી પાઉંભાજી, ન્યુ સંતોષ ભેળ (15)લવક્ષ ઓમ ઢોસા (16)ઢોસા બાઇટ, શ્રીનાથજી ગાંઠિયા (18)પિઝા સ્ટુડિયો (19)બાલાજી નાસ્તા ગૃહ (20)શિવશક્તિ પાઉંભાજી (21)બજરંગ રેસ્ટોરેન્ટ (22)ભક્તિ રેસ્ટોરેન્ટ (23)મારુતિ ગાંઠિયા રથ (24)જલારામ વડાપાઉંની ચકાસણી કરવામાં આવેલ.