ફૂડ વિભાગનું હોટલોમાં ચેકિંગ, સબ્જીના સેમ્પલ લેવાયા
મનપાના ફૂડ વિભાગ દ્વારા આજે સંસ્કૃતિ હોટલ, શિવમ બોયઝ હોસ્ટેલ, શ્રી રામ પંજાબી એન્ડ ચાઇનીઝમાં ચેકિંગ હાથ ધરી મીકસવેજી સબ્જી, દાળ, ચંટણી, ગેવી, પનીર અને બટાટાના શાક સહિતના સેમ્પલ લઇ લેબમાં મોકલી આપયા હતા. તેમજ અન્ય 20 ખાણીપીણીના ધંધાર્થીઓને ચકાસી 12ને લાયસન્સ અંગે નોટીસ ફટકારી હતી.રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા ઋજઠ વાન સાથે શહેરના વાગળ ચોકડી- પાળ રોડ મવડી વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 12 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 20 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ હતી.
ફૂડ વિભાગ દ્વારા આજરોજ શ્રીનાથજી હોટલ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (2)રુદ્રાક્ષ મેડીસીન્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (3)ખોડિયાર ટ્રેડર્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (4)પટેલ ટ્રેડર્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)પટેલ આમલેટ સેન્ટર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)જય ભવાની લચ્છી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)ક્રિષ્ના સોડા શોપ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)ક્રિષ્ના સેલ્સ એજન્સી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (09)શિવ કોઠી આઇસ્ક્રીમ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (10)બજરંગ ભજીયા ગાંઠિયા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (11)જય અંબે દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (12)સાવરિયા ફાલૂદા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ હતી.તેમજ શ્રીનાથજી અમૂલ પાર્લર (14)ત્રીમુર્તિ બાલાજી કોલ્ડ્રિંક્સ (15)રાધેક્રિષ્ના ડેરી ફાર્મ (16)મુંબઈયા મીસલ વડાપાઉં -બાલાજી એન્ટરપ્રાઇઝ (17)રજની ઢોસા ચાઇનીઝ પાઉંભાજી (18)જય સરદાર કેટરર્સ રેસ્ટોરેન્ટ (19)આઈ મોગલ દાલબાટી દેશીભાણું (20)રામરાજ રેસ્ટોરેન્ટની ચકાસણી કરવામાં આવેલ હતી.