ફૂડ વિભાગનું 39 રેસ્ટોરન્ટમાં ચેકિંગ : 12 કિલો વાસી જથ્થાનો નાશ
ખાણીપીણીના 16 ધંધાર્થીઓને લાઈસન્સ અંગે નોટિસ, 25 નમૂનાની સ્થળ ઉપર ચકાસણી
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન 4-નિલકમલ પાર્ક, સનસીટીની સામે, સાધુવાસવાણી રોડ, રાજકોટ મુકામે આવેલ "સ્વામી’સ રેસ્ટોરેન્ટ એન્ડ કેટરર્સ" પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ 08 કિ.ગ્રા. દહીં તથા 04 કિ.ગ્રા. નુડલ્સ, ચટણી વગેરે પ્રિપેર્ડ ફૂડ મળીને કુલ 12 કિ.ગ્રા. વાસી અખાદ્ય જથ્થો મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા યોગ્ય સ્ટોરેજ કરવા બાબતે નોટીસ આપવામાં આવેલ. તેમજ સ્થળ પરથી ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ "મૈસૂર ઢોસાનો મસાલો (પ્રિપેર્ડ-લુઝ)" નમૂનો લેવામાં આવેલ. સર્વેલન્સ ચેકિંગ દરમિયાન મહાજનવાડી બિલ્ડીંગ, યુનિવર્સિટી રોડ, રાજકોટ મુકામે આવેલ "અંશ દોશી ફાસ્ટફૂડ" પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ વાસી બ્રેડ તથા એક્સપાયરી થયેલ સોસ વગેરે મળીને કુલ 05 કિ.ગ્રા. વાસી અખાદ્ય જથ્થો મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા યોગ્ય સ્ટોરેજ કરવા બાબતે નોટીસ આપવામાં આવેલ હતી.
ફૂડ વિભાગની ટીમ દ્વારા આજે રૈયા ચોક, રાજકોટ મુકામે આવેલ "બાલાજી થાળ" પેઢીની તપાસ કરતા હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ. પુનિતનગર- વાવડી, 80 ફૂટ રોડ વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 39 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 16 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 25 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ હતી.
ફૂડ વિભાગ દ્વારા આજે (01)સ્વાદિષ્ટ દાળ-પકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)રામ ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)વિસોતમા સોડા શોપ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)બજરંગ કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)રાધેક્રિષ્ના ચાઇનીઝ પંજાબી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)જે ભગવાન ભૂંગરા બટેટા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)જય માતાજી છોલે ભટુરે -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)શ્રીજી એજન્સી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (09)રૂૂપલ ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (10)શ્રી દેવ પાણીપુરી (11)ભાગ્યલક્ષ્મી ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (12)શ્રી રાધે પાઉંભાજી ફાસ્ટફૂડ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (13)બાલાજી ફૂડ ઝોન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (14)નિમ્બુ સોડા શોપ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (15)મધુરમ પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (16)મહાકાળી પાણીપુરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (17)જય સિયારામ ઘૂઘરા (18)પટેલ વિજય ડેરી ફાર્મ (19)ન્યુ ભારત સ્વીટ માર્ટ (20)શ્રીનાથજી ફરસાણ (21)જલારામ સ્વીટસ (22)જય ભેરુનાથ નમકીન (23)મારાજ ગાંઠિયાવાળા (24)લક્ઝરી કોલ્ડ્રિંક્સ (25)ડાયમંડ શીંગ (26)વિજય સ્વીટ માર્ટ (27)મયુર ભજીયા (28)રાધેશ્યામ ડેરી ફાર્મ (29)શિવશક્તિ ઇન્દૌરી પોવા (30)સતસાહેબજી દાળપકવાન (31)ચિલ્ડ હાઉસ (32)દેવમ ખમણ (33)બ્રહ્માણી ડેરી ફાર્મ (34)દ્રારકેશ ડેરી ફાર્મ (35)શિવ મેડીકેર (36)મહાવીર કોલ્ડ્રિંક્સ (37)આશાપુરા ફરસાણ (38)શિવશક્તિ સુપર સ્ટોર (38)પટેલ પ્રોવિઝન સ્ટોર (39)ધ સોડા પફની ચકાસણી કરવામાં આવેલ હતી.