ગ્રેઇન માર્કેટ સહિતની બજારોમાં ફૂડ શાખા ત્રાટકી: મિલેટ્સ ખાદ્ય પદાર્થના 50 નમૂના લીધા
12:28 PM Feb 20, 2024 IST
|
Bhumika
Advertisement
- તમામ નમૂના પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલાયા
જામનગર મહાનગરપાલિકા ની ફુડ શાખા દ્વારા શહેરના અલગ અલગ સ્થળોએ થી 50 જેટલા ખાદ્ય પદાર્થ ના નમુના લેવામાં આવ્યા હતા, અને તેને પૃથ્થકરણ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે.અઠવાડિયા દરમિયાન મળેલી ઓનલાઈન તેમજ ટેલીફોનીક ઓફલાઇન ફરીયાદ નો નિકાલ કરવા માટેની ફૂડ વિભાગ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.
Advertisement
રાજ્ય સરકાર ની ડ્રાઈવ અંતર્ગત જામનગર મહાનગરપાલિકા ના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા શહેર નાં ગ્રેઇન માર્કેટ , દાણપીઠ ,બારદાનવાલા રોડ , કડીયાવાડ જેવા વિસ્તારમાં માંથી કુલ 50 મિલેટ્સ ખાદ્ય પદાર્થ ના નમુના લઈ પરીક્ષણ અર્થે રાજકોટ ની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. જેના પૃથ્થકરણનો રીપોર્ટ મળ્યા પછી નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. તેમજ જામનગર મહાનગરપાલિકા ના એફ.એસ.ઓ.દ્વારા કાલાવડનાકા બહાર આવેલાં સ્લોટર હાઉસ ની સરપ્રાઈઝ વિઝીટ કરી જરૂૂરી સુચનાઓ આપવામાં આવી.હતી.
Next Article
Advertisement