સિદ્ધિ વિનાયક ધામ ગણેશ મહોત્સવમાં આજે લોકડાયરો
મહાઆરતીનો લેઉવા પટેલ સમાજ, આહિર સમાજ, માળી સમાજ, કચ્છી ભાનુશાળી સમાજ, સગર સમાજે લાભ લીધો
શ્રી ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઇન્ચાર્જ અને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવેના માર્ગદર્શન હેઠળ તથા મુખ્ય માર્ગદર્શકના માર્ગદર્શન હેઠળ તા.27 ઓગષ્ટ એટલે કે ગણેશ ચતુર્થીના શુભ દિનથી 6 સપ્ટેમ્બર સુધી રાજકોટ શહેર ભાજપ આયોજીત શ્રી ગણપતિ મંગલ મહોત્સવ સમિતિ દ્વારા શહેરના કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન (ઓપન એર થીયેટર) સિધ્ધિ વિનાયક ધામ ખાતે ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
શ્રી ગણપતિ મંગલ મહોત્સવના ત્રીજા દિવસે મહાઆરતીમાં લેઉંવા પટેલ સમાજ, આહિર સમાજ, માળી સમાજ, કચ્છી ભાનુશાળી સમાજ, સગર સમાજ, દરજી સમાજ, વાળંદ સમાજ સહિતના આગેવાનો તેમજ શહેરના વોર્ડ નં.5 તથા 6ના ભાજપ અગ્રણી આગેવાનો અને કાર્યકર્તાઓએ મહાઆરતીનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. આ મહાઆરતીના ઈન્ચાર્જ શહેર ભાજપ ઉપપ્રમુખ પરીમલભાઈ પરડવા અને ઉપપ્રમુખ હિતેષભાઈ ઢોલરીયા જવાબદારી સંભાળી હતી.
આજની મહાઆરતીમાં હેડલાઈન ચેનલ પેપર જગદીશભાઇ મહેતા (ગ્રુપ એડિટર), જયેશભાઇ પાઠક (ગ્રુપ વ્યવસ્થાપક) તેમજ સંઘ પરિવારના કિશોરભાઈ મુંગલપરા, મુકેશભાઈ મલકાણ ( પ્રાંત સંઘચાલક), નરેન્દ્રભાઈ દવે (સૌરાષ્ટ્ર પ્રાંત અધિકારી), કિશોરભાઈ મુંગલપરા (રાષ્ટ્રીય સેવા ભારતી સૌરાષ્ટ્ર પ્રાંત અધિકારી), આશિષભાઈ શુકલ (મહાનગર કાર્યવાહક), વિમલભાઈ સોબળ (સહ કાર્યવાહક), અમરીશભાઈ ત્રાંબડીયા, શાંતુભાઈ જીવાણી, દીપકભાઈ ગમથા, કેતનભાઈ વસા, નવીનભાઈ શેઠ, મનીષભાઈ બેસરા (સૌરાષ્ટ્ર પ્રાંત અધિકારી), સંજીવભાઈ ઓઝા (સંઘ ચલાકજી) સહિતનાઓએ લાભ લીધો હતો.
આજે સાંજે 6.30 કલાકે શ્રી ગણપતિ મંગલ મહોત્સવના ચોથા દિવસે તા.30/8 શનિવારના જૈન સમાજ, કડવા પટેલ સમાજ, મોઢવણિક સમાજ, ધોબી સમાજ, નાગર સમાજ, બ્રહ્મ ક્ષત્રિય સમાજ, બુંદેલા સમાજના આગેવાનો, વીવીપી સહકાર ભારતીય અપના બજારના આગેવાનો તેમજ વોર્ડ નં.7 અને 8ના કાર્યકર્તાઓ અને આગેવાનો મહાઆરતીનો લાભ લેશે આજની મહાઆરતીના ઇન્ચાર્જ શહેર ભાજપ મંત્રી વિજયભાઇ પાડલીયા જવાબદારી સંભાળી રહ્યા છે.
લોકડાયરામાં આજે રાજભા ગઢવી દેશભક્તિની ગાથા વર્ણવશે
રેસકોર્ષ ઓપન એર થીયેટર ખાતે સિધ્ધી વિનાયક ધામ ખાતે શહેર ભાજપ આયોજીત શ્રી ગણપતિ મંગલ મહોત્સવના ચોથા દિવસે તા.30/8 ના રોજ ગણપતિ મંગલ મહોત્સવમાં રાજભા ગઢવી સાથી કલાકારો દ્વારા લોકડાયરાનો કાર્યક્રમ આજે રાત્રે 9.00 કલાકે યોજાશે. રાજભા ગઢવીનો લોકડાયરો માત્ર મનોરંજન જ નહીં, પરંતુ દેશભક્તિની લાગણીઓ, શૂરવીરોના બલિદાનની ગાથાઓ અને સમાજને એકતાના સૂત્રે બાંધનાર પ્રેરક સંદેશો શહેરીજનોને પ્રેરિત કરશે. શહેર ભાજપ પ્રમુખ અને શ્રી ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઇન્ચાર્જ ડો. માધવ દવેના માર્ગદર્શન હેઠળ તેમજ મહામંત્રી અશ્વિન મોલીયા અને વિરેન્દ્રસિંહ ઝાલાના સંકલનથી આયોજિત આ મહોત્સવમાં રોજ સાંસ્કૃતિક કાર્યક્રમોની શોભા વધારીને પ્રજાજનોને ધાર્મિક-સાંસ્કૃતિક અનુભૂતિ કરાવવામાં આવી રહી છે.
બહેનો માટે આરતી સુશોભન ઓપન સ્પર્ધા યોજાઇ
સિધ્ધિ વિનાયક ધામ ખાતે ગણપતિ મહોત્સવમાં બહેનો માટે ઓપન રાજકોટ આરતી સુશોભન સ્પર્ધાનું આયોજન રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તેમજ શ્રી ગણપતિ મંગલ મહોત્સવના ઇન્ચાર્જ ડો.માધવ દવે, શહેર ભાજપ મહામંત્રી અશ્વિન મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા તેમજ સાંસ્કૃતીક સમિતિના ઇન્ચાર્જ કિશોરભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ. આ સ્પર્ધામાં બહેનોએ અવનવી રીતે આરતીની સજાવટ કરી પ્રેક્ષકો સમક્ષ મુકી હતી. આ આકર્ષક આરતી સુશોભન સ્પર્ધામાં રાજકોટ શહેરના 86 બહેનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાના નિર્ણાયક જજ તરીકે કૃતિબેન વસાવડા અને દીપાબેન બુચ રહ્યા હતા. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે હેતલ રોહીત જાજલ, દ્વિતીય ક્રમાંકે હીરલ સાર્થક ચંદારાણા અને તૃતીય ક્રમાંકે શિતલ ભુપેન્દ્ર અધારા વિજેતા થયેલ હતા, પ્રથમ ક્રમાંકથી તૃત્તીય ક્રમાંકના સ્પર્ધકને શ્રી ગણપતિ મંગલ મહોત્સવના છેલ્લા દિવસે ઈનામ વિતરણ કરવામાં આવશે.
વિદ્યાર્થીઓ માટે વન મિનિટ સ્પર્ધા કાર્યક્રમ યોજાશે
શ્રી ગણપતિ મંગલ મહોત્સવ સમિતિ દ્વારા શહેરના રેસકોર્ષ ઓપન એર થીયેટર, કવિ રમેશ પારેખ રંગદર્શન (ઓપન એર થીયેટર) સિધ્ધિ વિનાયક ધામ ખાતે ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આજે તા.30 ઓગષ્ટના રોજ સાંજે 4.30 કલાકે ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે વન મીનીટ સ્પર્ધાનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં ધોરણ 1 થી 8 ના કોઈપણ શાળાના વિદ્યાર્થીઓને ભાગ લેવા માટે કોઈપણ પ્રકારની ફી રાખવામાં આવેલ નથી. વિજેતા થયેલ પ્રથમ, દ્વિતિય અને તૃતીય વિદ્યાર્થીઓને મોમેન્ટો અને પુરસ્કાર તેમજ ભાગ લેનારને પ્રમાણપત્ર આપવામાં આવશે. આ કાર્યક્રમમાં સૌ વિદ્યાર્થીઓને નિમંત્રણ આપવામાં આવે છે.