For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લોકમેળો રેસકોર્ષમાં જ યોજાશે, સંપૂર્ણ કાર્યક્રમ જાહેર

04:43 PM Jun 05, 2025 IST | Bhumika
લોકમેળો રેસકોર્ષમાં જ યોજાશે  સંપૂર્ણ કાર્યક્રમ જાહેર

સ્ટોલ-પ્લોટ માટે તા.9થી 13 જૂન સુધી અરજી કરી શકાશે, તા.23થી 26 જૂન દરમિયાન ડ્રો અને હરરાજી

Advertisement

અટલ સરોવર પાસે મેળાના સ્થળાંતરની વાત ઉપર પૂર્ણવિરામ મુકતા કલેક્ટર

રાજકોટ શહેરની મઘ્યમાં આવેલા રેસકોર્ષ મેદાનમાં યોજાતો જન્માષ્ટમીનો લોકમેળલ નવા રીંગરોડ ઉ5ર અટલ સરોવર પાસે ખસેડવાની ભાજપના ધારાસભ્યોની માંગણી વચ્ચે જિલ્લા કલેક્ટર લોકમેળો રેસકોર્ષ મેદાનમાં જ યોજવાની જાહેરાત કરી સ્ટોલ અને પ્લોટ માટેની અરજી, ડ્રો તથા હરરાજીનો કાર્યક્રમ જાહેર કરી દેતા હવે લોકમેળાના સ્થળાંતરની વાત ઉપર પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે.

Advertisement

જિલ્લા કલેક્ટરની યાદીમાં જણાવાયુ છે કે, લોકમેળા સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાન ખાતે તા.14/08/2025 થી 18/08/2025 સુધી પાંચ દિવસ દરમિયાન લોકમેળાનુ આયોજન કરવામાં આવ્યું છે. મેળા અન્વયે રમકડા-ખાણીપીણી વગેરેના સ્ટોલ/પ્લોટ માટે ફોર્મ ભરવા ઇચ્છુક અરજદારો તા.09/06/2025 થી તા.13/06/2025 સુધીમાં ઇન્ડિયન બેંક, તોરલ બિલ્ડીંગ, શાસ્ત્રી મેદાન સામે અને નાયબ કલેકટર કચેરી, પ્રાંત (શહેર-1) જૂની કલેકટર કચેરી, રાજકોટ ખાતેથી સવારના 11:00થી બપોરના 16:00 કલાક દરમિયાનમાં રૂૂ. 200 ચૂકવી અરજીપત્રક મેળવી ઈન્ડિયન બેંક, તોરલ બિલ્ડીંગ, શાસ્ત્રી મેદાન, રાજકોટ ખાતે અરજી ફોર્મ ભરી તેમાં દર્શાવેલ રકમના ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે ભરેલ અરજી પત્રક રજૂ કરી શકશે.

અરજી નિયત ફોર્મમાં જ આપવાની રહેશે તેમજ જુદી જુદી કેટેગરીની કિંમતની પૂરેપૂરી રકમ, ટેક્સની સૂચિત રકમ તથા ડીપોઝિટની પૂરેપૂરી રકમ મળીને અધ્યક્ષ, લોકમેળા અમલીકરણ સમિતિ અને નાયબ કલેકટર રાજકોટના નામનો કુલ રકમનો ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે રાખીને ભરેલ ફોર્મ આપવાનું રહેશે. સમિતિ દ્વારા સ્ટોલ પ્લોટની હરરાજી અને ડ્રો માટે તારીખો જાહેર કરવામાં આવી છે. જે અનુસાર કેટેગરી-બી રમકડાના 120 સ્ટોલ, કેટેગરી-સી ખાણીપીણીના 06 સ્ટોલ તા. 23/6/2025 સોમવારના 11:00 કલાકે, કેટેગરી-જે મધ્યમ ચકરડીના 3 પ્લોટ, કેટેગરી કેની નાની ચકરડીના 12 પ્લોટનો તા.23/6/2025 સોમવાર સવારે 11:30 કલાકે હરરાજી રાખવામાં આવી છે. આ ઉપરાંત તા.24/6/2025 મંગળવારના રોજ કેટેગરી-એ ખાણીપીણી મોટીના 2 પ્લોટ અને બી1/કોર્નર ખાણીપીણીના 44 પ્લોટ માટે સવારે 11:30 કલાકે તથા યાંત્રિક કેટેગરી-ઈના 5, એફના 3, જીના 20 અને એચના 6 પ્લોટની હરરાજી તા.25/06/2025 બુધવારના સવારે 11:30 કલાકે અને તા.26/06/2025 ગુરૂૂવારે કેટેગરી- એકસ આઇસ્ક્રીમના 16 પ્લોટ તથા કેટેગરી ઝેડ- ટી કોર્નરના 1 પ્લોટ માટે સવારે 11:30 કલાકે હરરાજી કરવામાં આવશે. તમામ સ્ટોલ- પ્લોટના ડ્રો અને હરરાજી નાયબ કલેકટર કચેરી, પ્રાંત રાજકોટ (શહેર-1)જૂની કલેકટર કચેરી કમ્પાઉન્ડ, મીટીંગ રૂૂમ રાજકોટ ખાતે યોજાશે. યાંત્રિક કેટેગરીમાં ફોર્મ ભરેલ અરજદાર ઈ,એફ,જી,એચ તમામ કેટેગરીની હરરાજીમાં ભાગ લઈ શકશે. કેટેગરી જે અને કે નું ફોર્મ ભરનાર અરજદારએ રાજકોટ મહાનગરપાલિકાનો રેસકોર્સ મેદાન ખાતેનો એલોટમેન્ટ લેટર રજુ કરવાનો રહેશે ત્યાર બાદ જ ફોર્મ સ્વીકારવામાં આવશે. જે અને કે કેટેગરીમાંથી કોઈ પણ એક જ કેટેગરીમાં ફોર્મ રજૂ કરી શકાશે.

જેમાં કેટેગરી જે તથા કે માટેના પ્રવેશદર મહત્તમ રૂૂ. 35, ઈ,એફ,જી,એચ યાંત્રિક કેટેગરીની આઈટમોના પ્રવેશ દર મહત્તમ રૂૂ.45 લેવાના રહેશે. લોકમેળાનો નકશો નાયબ કલેક્ટર કચેરી, રાજકોટ (શહેર-1)પ્રાંત, જૂની કલેકટર કચેરી ખાતે નોટિસ બોર્ડ પર કચેરી સમય દરમિયાન જોઈ શકાશે. કેટેગરી-એકસની હરરાજીમાં કોઈ પણ વ્યક્તિ કે કંપની ભાગ લઈ શકશે તેમજ પોતાની આઈસ્ક્રીમ કંપનીની જાહેરાત સ્ટોલમાં કરી શકશે તેમ અધ્યક્ષ, લોકમેળા અમલીકરણ સમિતિ અને નાયબ કલેકટર રાજકોટ (શહેર-1)ની યાદીમા જણાવાયું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement