સૌરાષ્ટ્રભરમાં બાબાસાહેબ નિર્વાણ દિવસ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ
ભારતના બંધારણનાં ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરનો તા.6 ડિસેમ્બરનાં રોજ તેઓની પુણ્યતિથિ તેમજ મહાનિર્વાણ દિવસ હોય તેઓને સૌરાષ્ટ્રભરમાં 68 મહા પરિનિર્વાણ નિમિતે ઠેર ઠેર પુષ્પાંજલી અર્પણ કરવામાં આવેલ હતી.
રાજુલા
રાજુલામાં 6 ડિસેમ્બર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નિર્વાણ દિવસ હોય તો રાજુલા ખાંભા જાફરાબાદ સમસ્ત મેઘવાળ સમાજ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના સ્ટેચ્યુને પુષ્પાંજલિ આપવા રાજુલા જાફરાબાદ ના આગેવાનો તેમજ ખાંભા તમામ આગેવાનો બાબાસાહેબને પુષ્પાંજલિ આપેલ વાઘજીભાઈ જોગદીયા કિશોરભાઈ ધાખડા વકીલ રાઠોડ ભાઈ હેમુભાઇ રાઠોડ અરવિંદભાઈ ખુમાણ રમેશભાઈ બાબરીયા અમિતભાઈ બાબરીયા ડોક્ટર ધ્રુવ જોગદીયા કૌશિકભાઇ જોગદીયા બાલુભાઈ ગોહિલ એડવોકેટ પંકજભાઈ સરવૈયા તેમજ રાજુલા જાફરાબાદ ખાંભાના સમસ્ત મેઘવાળ સમાજે બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરેલ હતા.
સૂત્રાપાડા
ભારતના બંધારણના ઘડવૈયા ડો બાબા સાહેબ આંબેડકરનો તા-06 ડિસેમ્બરના રોજ તેઓની પુણ્યતિથિ તેમજ મહા નિર્વાણ દિવસ હોય તેઓને સુત્રાપાડા મુકામે પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી. ડો. બાબા સાહેબ આંબેડકરે સામાજિક સમરસતાનો માર્ગ બતાવીને ભારતીય સામાજિક સુધારાનો મુસદ્દો ઘડવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓની પ્રખર કોઠાસૂઝ અને વિદ્વત્તા એમનાં વ્યક્તિત્વની આગવી ઓળખ હતી. ભારતનાં બંધારણનાં ઘડતરમાં એમનો સિંહફાળો રહ્યો છે.
આથી 6 ડિસેમ્બર ના રોજ સમગ્ર ભારત દેશમાં ડો બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલી આપવા માટે મહા નિર્વાણદિવસ તરીકે તેઓને શ્રદ્ધાંજલી આપવામાં આવે છે.
ભાવનગર
ડો. બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિતે શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં અનુસૂચિત જાતી મોરચા દ્વારા જશોનાથ સર્કલ ખાતે તેમની પ્રતિમાને પુષ્પાર્પણ કરવામાં આવેલ તેમજ શહેર અધ્યક્ષ સહિત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા લોકોને ડો. આંબેડકર ના જીવન વૃતાંત વિશે માર્ગદર્શન આપવામાં આવેલ. ઉક્ત કાર્યક્રમમાં અભયભાઈ ચૌહાણ સહિત મેયર ભરતભાઈ બારડ, સ્ટે. ચેરમેન રાજુભાઇ રાબડીયા, શાસક પક્ષના નેતા કિશોરભાઈ ગુરૂૂમુખાણી, ચુંટાયેલા જનપ્રતિનિધિઓ, નિકુંજભાઈ મહેતા, હાર્દિકભાઈ વાઘેલા, અનુ. જાતી મોરચા અધ્યક્ષ ભરતભાઈ મકવાણા, નલીનભાઈ પટેલ, અરવિંદ રાઠોડ, પ્રવક્તા હરેશભાઈ પરમાર, મોહનભાઈ બોરીચા, નગરસેવકો નરેશભાઈ ચાવડા, હીરાબેન વિંઝુડા, સેજલબેન ગોહિલ તેમજ શહેર અને વોર્ડ સંગઠન, અનુ. જાતી અને જનજાતિ મોરચા સહિત વિવિધ સેલ મોરચા અને સમિતિઓના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગીર સોમનાથ
ડો બાબા સાહેબ આંબેડકરના 68 મા મહા પરિનિરવાણ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ ખાતે ડો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા એ બુધ્ધ વંદના પુષ્પો અર્પણ કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરતા સમાજ અગ્રણી જેઠાભાઈ સોચા પ્રવિણભાઇ આમહેડા બાલુભાઈ મકવાણા હમીરભાઇ આમહેડ વિઠ્ઠલભાઈ વાધેલા સામતભાઈ સોલંકી સૌરાષ્ટ્ર દલિત સંગઠન ના સંયોજક ગોવિંદભાઈ ચાવડા અરજણભાઇ જાદવ નગાભાઈ જાદવ રવિરાજ કિચનભાઈ બામણીયા સરપંચ તનસુખભાઈ વાળા ડીકે ચાડપા ભેડાભાઈ વગેરે અગ્રણી દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ હતા.
બગસરા
બગસરામાં દર વર્ષની માફક આ વર્ષે પણ હોમગાર્ડ જવાનો દ્વારા હોમગાર્ડ ડે ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સૌપ્રથમ બસ સ્ટેન્ડ પાસે આવેલ ડોબાબા સાહેબ આંબેડકર ના સ્ટેચ્યુને પુષ્પાંજલિ કરી ઉજવણી કરવામાં આવી હતી તેમજ સરદાર વલ્લભભાઈ પટેલ ના સ્ટેચ્યુ ને પુષ્પાંજલિ ઝવેરચંદ મેઘાણી ના સ્ટેચ્યુને પુષ્પાંજલિ કરવામાં આવી હતી વહેલી સવારથી જ સમગ્ર બગસરામાં હોમગાર્ડ જવાનો દ્વારા પ્રભાતફેરી નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બગસર ના મુખ્ય માર્ગો પર બાઈક રેલી કાઢી ને હોમગાર્ડ સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ધોરાજી
બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબના 68 માં નિર્વાણ દિવસ નિમિત્તે ધોરાજી સમસ્ત અનુસુતિ જાતિ સમાજ દ્વારા આંબેડકર ચોક ખાતે મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને ડોક્ટર બાબા સાહેબને હાર તોરા કરી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા અને નિર્વાણ દિવસથી ઉજવણી કરી હતી.
ગોંડલ
ડો.આંબેડકર નાં નિર્વાણદિન નિમિતે તા.6 શુક્રવાર નાં વિશાળ કેન્ડલમાર્ચ નું આયોજન કરાયુ હતુ.ડો.બાબાસાહેબ આંબેડકર ઉત્સવ સમિતિનાં ઉપક્રમે સાંજે છ કલાકે કેન્ડલમાર્ચ માંડવીચોક થી પ્રયાણ કરી કડીયાલાઈન થઇ ખટારાસ્ટેન્ડ કડીયાલાઈન ડો.આંબેડકર ની પ્રતિમા એ પંહોચી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.ઉત્સવ સમિતિ નાં પ્રમુખ મહેન્દ્રભાઈ સોલંકી,દિનેશભાઈ માધડ,શિવમ સાર્વજનિક ટ્રસ્ટ પ્રમુખ દિનેશભાઈ પાતર, નીતિનભાઈ સાંડપા, અનિલભાઈ માધડ, વિજયભાઈ પરમાર, મહેન્દ્રભાઈ ખિમસુરીયા,મુસ્લિમ સમાજ નાં આગેવાન ઇમરાનભાઈ કટારીયા, અફઝલભાઇ પરીયટ,ધમભાઇ કાથરોટીયા સહિત આગેવાનો તથા મેઘવાળ સમાજ ઉપસ્થિત રહી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.