માણાવદર પંથકમાં જળબંબાકાર, 10 કલાકમાં 16 ઇંચ વરસાદ
લીંબુડામાં જીલ્લાણા બુરીમાં 14 ઇંચથી વધુ વરસાદ નોંધાયો, બાંટવા ખારા ડેમનાં 14 દરવાજા ખોલી 31 હજાર પ્રતિ સેક્ધડ પ્રવાહ છોડાયો
માણાવદર શહેર તથા આજુબાજુના ઘણા ગામોમાં સવારના 8 વાગ્યા બાદથી શરૂ થયેલા વરસાદે હાહાકાર મચાવી દીધો છે. શહેરમાં આભ ફાટયું હતું તેમ અતી રૌદ્ર સ્વરૂપે વરસાદ પડતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઇ હતી. સવારની મીઠી ઉંઘ માણતા હતા તેમાં વીજળીના કડાકા-ભડાકા સાથે અતિ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા સમગ્ર શહેરીજનો સફાળા જાગી ગયા હતા. આવો વરસાદ કયારેય પડયો નથી. પરંતુ શહેર ક્ધટ્રોલરૂમમાં 8 થી 10 બે કલાકમાં માત્ર 26 એમએમ નોંધ થતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે જ બાંટવા ખારા ડેમ સાઇટમાં 1 કલાકમાં 8 ઇંચ નોંધાયો છે. ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ છે.
સવારના 8 થી 9 સુધીમાં વાસ્તવીક રીતે 7 થી 8 ઇંચ જેટલો વરસાદ પડી ચુકયો હોવાની ઠેર ઠેર ચર્ચા છે તો કંટ્રોલરૂમમાં માત્ર 26 એમએમ શંકા સ્પસ્ટ કામગીરી થઇ છે. કારણ કે વાદળ ફાટયું હોય તેમ એક કલાકમાં શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. તો ક્ધટ્રોલરૂમમાં કેમ ઓછો નોંધાયો? આ શંકા ઉપજાવે છે તેની તપાસ કરવા લોક માંગ છે.
શહેરમાં તથા બાંટવામાં અનરાધાર વરસાદે હાહાકાર મચાવી દીધો હતો. સાંજ સુધીમાં ઠેરઠેર 13 થી 16 ઇંચ જેટલો નોંધાયો છે. બાંટવા ડેમ સાઇટમાં 16 ઇંચ નોંધાયો. શહેરમાં માત્ર 8 ઇંચ નોંધ છે જે શંકાસ્પદ છે. કારણ કે કોઇ વિસ્તાર કે જગ્યા બાકી નથી કે ઘરોમાં પાણી ઘુસ્યા હોય ત્યારે આમ કેમ? લીંબુડા 14 થી 15, જીલ્લાણા-બુરી- 14 ઇંચ, જીંજરી-4ાા ઇંચ, નાકરા-નાનડીયા 14 ઇંચ, સવારથી સાંજ સુધીમાં સૌથી વધારે સવારે 8 થી 10માં પડયો હતો. શહેરમાં એસબીએસ, બાંવાવાડી, ત્રંબકેશ્વર મંદિર, ગીરીરાજ સોસાયટી, ગાયત્રી મંદિર સહીત તમામ વિસ્તારો જળબંબાકાર થઇ ચુકયા હતા. લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા. કયારેય ન જોયું હોય તેવું પાણી દુકાન- મકાનમાં ઘુસી જતા ઘર વખરી, અનાજ, સહીત દુકાનોનો માલ પલળી ગયો પણ તંત્ર સબ સલામત હોવાની વાતો કરે છે. તેવી ઠેર ઠેર ચર્ચા થઇ રહી છે.
બાંટવા ખારા ડેમના 14 દરવાજા ખોલવા પડયા નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઇ ચુકયા હતા. રસાલા ડેમ ભયજનક સ્થિતિએ ઓવરફલો થઇ ચૂકયો હતો. તેમાં દગડ ડેમનો પાળો તુટતા વધુ સ્થિતિ વણસી હતી. રીવર ફ્રન્ટ ઉપર પાણી પહોંચ્યા હતા.