માણાવદરમાં 14 ઈંચથી જળપ્રલય: ગ્રામ્ય પંથકમાં સ્થળ ત્યાં જળ
8 દિવસના બાળક સાથે માતાનું રેસ્ક્યૂ કરતા ઙજઈં બારોટ : પૂરમાં ફસાયેલા લોકો માટે 1000 ફૂડ પેકેટ બનાવવા કામગીરી શરૂ : 1100થી વધારે લોકોનું તંત્ર દ્વારા સફળ રેસ્ક્યૂ કરાયું : 25થી વધારે ગામો સંપર્ક વિહોણા : રસાણા ડેમ સહિતના જળાશયો-નદી, નાળા બે કાંઠે થતાં ચોતરફ પાણી ભરાઈ ગયા
માણાવદર શહેર તથા પંથકમાં ખાસ કરીને ઉત્તર તરફના ગામડામાં મેઘરાજાના અતિ રૌદ્રસ્વરૂપથી જળપ્રલયની સ્થિતિ નિર્માણ થયું છે. રાત્રીના શરૂ થયેલા મેઘરાજાના અતિરૌદ્રસ્વરૂપ વહેલી સવારના લોકો મીઠી ઉંઘ માણી રહ્યા હતા ત્યારે શરૂ થઈ જોત જોતામાં 3થી 4 કલાકમાં 7થી માંડી 12 અને ઘણી જગ્યાએ 14થી 15 ઈંચ વરસાદે ખેદાન-મેદાન કરી ચુક્યા હતાં. બપોર સુધીમાં તો સ્થિતિ ગંભીર પેદા થઈ ચુકી હતી. શહેરના અનેક વિસ્તારો પુર અસરગ્રસ્ત થયાં હતાં. ગાયત્રી મંદિર તથા તેના નદી કાંઠાના વિસ્તારમાં પાણી ભરાતા તેથી તત્કાલ 8 દિવસના બાળક અને માતાનું પીએસઆઈ બારોટ તથાટીમ સાથે નગરજનો સેવા ભાવી યુવાનોએ કરી બહાર કાઢ્યા સાથે ત્યાં ફસાયેલા લોકોને સલામત સ્થળે કાઢવા પડ્યા હતાં.
આ લોકોને બ્રહ્મસમાજમાં આશરો આપ્યો હતો. શહેરની જલારામ ટ્રસ્ટ પીએસઆઈ મામલતદાર વિગેરે દ્વારા ભોજન પુરુપડાયું હોવાનું જણાવેલ આ રેસ્ક્યુ દરમિયાન ભારે તાણ હતું. પાણી છે કે વીજ ટ્રાન્સફોમર સુધી પહોળી ગયેલ હોય તેથી સલામતરીતે કાઢવા વીજ પુરવઠો બંધ કરી સલામતી સાધનો દ્વારા બહાર કઢાય તેમ પીએસઆઈ બારોટ જણાવેલ સાથે સમગ્ર પોલીસ સ્ટાફ, સેવાભાવી યુવાનો જાના જોખમે 8થી 10નું રેસ્ક્યુ કર્યુ જેમાં અનેક લોકોનું સ્થળાંતર કર્યુ તથા ભોજન આદિ વ્યવસ્થા પોલીસ, મામલતદાર સેવાભાવી સંસ્થા દ્વારા રેસ્ક્યુ કરાયું હતું. બસસ્ટેન્ડ સામે યોગેશ હુંબલે જણાવ્યું કે, મામલતદાર મારુ સાહેબ તથા સમગ્ર તંત્ર દ્વારા 250 બસસ્ટેન્ડથી સ્થળાંતર કર્યા છે. મારૂ જણાવ્યું છે કે, મહાદેવીયા પાસે ગાયત્રીમંદિર બસસ્ટેન્ડ સામેથી એમ આશરે 378થી વધુ સ્થળાંતર કરવું પડ્યલું નીચાણવાળા છે તો ગ્રામ્ય વિસ્તારોમાં લીંબુડા 14 ઈંચ, સરદારગઢ 14, જીંજરી-થાનિયાણા-14, જાંબુડા-રોણકી 13થી 14, શહેરમાં 8થી 9 બાંટવા 9 ઈંચ સહિત અનેક ગામડાના રસ્તાઓ ઉપર પુર પાણી ફરી વળતા 20થી વધુ ગામોનોસંપર્ક વિહોણા છે. બાંટવા શહેરમાં કમરડૂબ પાણી હતા લીંબુડામાં ફરતે પાણી હતા. સરદારગઢ ગામે ફરતેપુર પાણી ફરીવળ્યા જીંજરી, માયણ, ધુરપાણી ફરી વળ્યા ગ્રામ્યમાં અતિભારે વરસાદથી અનેક રીતે ખેતી, ઘરોમાં નુક્શાની થઈ છે.
શહેરમાં પણ બસસ્ટેન્ડ સામે, ગાયત્રી મંદિર પાછલ નદીકાંઠા, મહાદેવીયા પાછલ સહિત અનેક ઘરોમાં પાણી ઘુસી જતાં ઘરવખરીને નુક્શાની થઈ છે. હજુ કોઈ મૃત્યુ થયાની નોંધ કે બનાવ નથી બન્યો ખેતીને નુક્શાન થયું છે. પુર અસરગ્રસ્તો માટે મામલતદાર મારૂએ તાત્કાલ તો ફૂડ પેકેટ આપ્યા સાથે જલારામ ટ્રસ્ટએ આપ્યું તો હડમતાળી હનુમાન મંદિર તથા સ્વામીનારાયણ ગાધીચોકના કોઠારી મોહનસ્વામી દ્વારા 1000 ફુડ પેકેટ બનાવી સ્થાનિક તથા તાલુકામાં અસરગ્રસ્તોને પહોંચાડવા કામગીરી હાથ ધરી છે. તેમજ અન્ય સેવાભાવી સંસ્થા કાર્ય કરશે. રસાલા ડેમ ભયજનકરીતે 4 ફૂટ ઉપર પાણી હતું તે ઉફરાંત રીવરફ્રન્ટ ઉપર પુરપાણી ફરી વળતા એક તબક્કે સ્થિતિ ગંભીર બની હતી. પરંતુ વરસાદ ધીમો પડી જતાં વાંધો ના આવ્યો બાંટવા ખારાડેમ સતત પાણી છોડ્યા કર્યુ તે ફાયદો થયો તો સરાડીયા રોડ ઉપર પાણી ફરી વળ્યા છે. એસટી રૂટો બંધ છે જૂનાગઢ રૂટ માત્ર ચાલુ છે.