રાજકોટથી પુના-હૈદ્રાબાદ અને ગોવાની ફ્લાઇટ રદ, મુંબઇ-દિલ્હી અને બેંગ્લોરની ફ્લાઇટ મોડી
દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોની હવાઈ સેવા છેલ્લા 2 દિવસથી ખોરવાઈ જતા ઈન્ડીગો એરલાઇન્સમાં મુસાફરી કરનાર મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટ હીરાસર એરપોર્ટથી ઉડાન ભરતી પુના, હૈદરાબાદ અને ગોવાની ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે જયારે રાજકોટ મુંબઈ,બેંગલોર અને દિલ્હીની ફ્લાઈટે 2 થી 3 કલાક મોડી ઉડાન ભરી હતી.
ઇન્ડિગો દ્વારા હવાઈ સેવાને સંપૂર્ણપણે પુન:સ્થાપિત કરવા અને સંચાલનને સ્થિર કરવા માટે કામ કરી હોવાનું જણાવ્યું છે. કંપનીએ સ્વીકાર કર્યો કે ટેક્નિકલ ખામીને કારણે ઘણી ફ્લાઇટ લેઈટ તેમજ કેન્સલ થઈ રહી છે, તેમ છતાં આગામી થોડા સમયમાં પરિસ્થિતિ સામાન્ય થવાની અપેક્ષા છે. ઇન્ડીગો દ્વારા એરપોર્ટ સંચાલકો અને એર ટ્રાફિક કંટ્રોલની ટીમ સાથે સંકલન કરી સિસ્ટમને ફરીથી સંપૂર્ણપણે પુન:સ્થાપિત કરવા કામ કરી રહી છે. આશા છે કે આગામી થોડા સમયમાં પરિસ્થિતિ સામાન્ય થઈ જશે.છેલ્લા 2 દિવસથી ઈન્ડીગોની ફ્લાઈટના સમય પત્રક ખોરવાઈ ગયા છે. કેટલીક ફ્લાઇટના આવવા-જવાના સમયમાં ફેરફાર થયો છે તો કેટલીક ફ્લાઈટને કેન્સલ કરવામાં આવી છે જેના કારણે દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ અને કોલકાતા જેવા મુખ્ય એરપોર્ટ પર મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સોશિયલ મીડિયા પર ઘણા મુસાફરોએ ફરિયાદ કરી હતી.
રાજકોટના હીરાસર એરપોર્ટ ઉપરથી ઉડાન ભરતી ઈન્ડીગોની હવાઈ સેવા સતત બીજા દિવસે ખોરવાઈ છે. જેથી રાજકોટથી પુના,ગોવા અને હૈદરાબાદની ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે. જયારે રાજકોટ મુંબઈ,બેંગલોર અને દિલ્હીની ફ્લાઈટે 2 થી 3 કલાક મોડી ઉડાન ભરી હતી