અમદાવાદ-કેશોદ-દીવ વચ્ચે શરૂ થશે ફલાઇટ
જૂનાગઢના કેશોદમાં નવાબના સમયથી એરપોર્ટ આવેલું છે. પરંતુ, છેલ્લા કેટલાક વર્ષોથી એરપોર્ટ પર ફ્લાઈટની અવરજવર બંધ હતી. પરંતુ, થોડા સમય પહેલા જ કેશોદથી મુંબઈની ફ્લાઈટ શરૂૂ કરવામાં આવી હતી. ત્યારબાદ હવે અમદાવાદ-કેશોદ-દીવ ફ્લાઈટ શરૂૂ કરવાનો પણ નિર્ણય કરાયો છે. આગામી 29મી ઓક્ટોબરથી આ ફ્લાઈટનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.
તહેવાર હોય કે સામાન્ય દિવસો હોય મોટી સંખ્યામાં પ્રવાસીઓ જૂનાગઢ, સોમનાથ આવતા જતા રહેતા હોય છે. જેના માટે પ્રવાસીઓએ રોડ અથવા તો ટ્રેન વ્યવહારનો ઉપયોગ કરવો પડતો હોય છે.પરંતુ, હવે પ્રવાસીઓને અમદાવાદથી હવાઈ સુવિધા પણ મળી રહેશે. 29 ઓક્ટોબરથી નવી શરૂૂ થઈ રહેલી અમદાવાદ-કેશોદ-દીવ ફ્લાઈટ સપ્તાહના મંગળવાર, ગુરુવાર અને શનિવારે કાર્યરત રહેશે. અમદાવાદથી કેશોદ માટે આ ફ્લાઈટ સવારે 10-55 મિનિટે ઉપડશે જે સવારે 11-20 કલાકે કેશોદ પહોંચશે. ત્યારબાદ આ ફ્લાઈટ કેશોદથી દીવ માટે રવાના થશે. આ જ ફ્લાઈટ બપોરે 3:55 કલાકે દીવથી ઉપડી કેશોદ આવશે ત્યારબાદ કેશોદથી બપોરે 4:20 કલાકે અમદાવાદ માટે ઉડાન ભરશે. 75 સીટની કેપેસિટી ધરાવતું પ્લેન આ રૂૂટ પર ચલાવવામાં આવશે.
કેશોદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા કેશોદ થી મુંબઈ જતી ફ્લાઇટની ફ્રિકવન્સી માં વધારો કરવામાં આવ્યો છે. પહેલા એક અઠવાડિયામાં કેશોદથી મુંબઈ જવા માટે ત્રણ દિવસ ફ્લાઇટ શરૂૂ હતી તે હવે એક દિવસનો વધારો કરી અઠવાડિયામાં ચાર દિવસ કેશોદ થી મુંબઈ ફ્લાઇટ ચાલશે.આ ફ્લાઈટ રવિવાર, સોમવાર ,બુધવાર અને શુક્રવારે મળશે.કેશોદ એરપોર્ટ ઓથોરિટીના સભ્ય જતીન સોઢાએ જણાવ્યું હતું કે કેશોદ ઓથોરિટી દ્વારા કેશોદ થી મુંબઈ જતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. જેને લઇ સાંસદ મનસુખભાઈ માંડવીયા અને ધારાસભ્ય દેવાભાઈ માલમને કેશોદ મુંબઈ ફ્લાઇટ માટે માંગણી કરી હતી. આ મામલે સાંસદ અને ધારાસભ્ય દ્વારા સરકારમાં વાત કરવામાં આવી હતી ત્યારે આજે કેશોદ થી મુંબઈ માટે ફ્લાઇટ મંજુર કરવામાં આવી છે અને આગામી દિવસોમાં ફ્લાઈટ શરૂૂ થવાની છે.
ત્યારે કેશોદ થી અમદાવાદના પ્રવાસીઓમાં વધારો જોવા મળતા તે ફ્લાઇટ માટે પણ માંગણી મૂકવામાં આવી હતી જે ફ્લાઈટ પણ આગામી સમયમાં શરૂૂ થશે. કેશોદ એરપોર્ટ ના અધિકારી સંદીપ દાસે જણાવ્યું હતું કે કેશોદ એરપોર્ટ પર પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે અગાઉ એરપોર્ટ પર કેશોદ થી મુંબઈ જવા માટે બુધવાર,શુક્રવાર અને રવિવારે ફ્લાઈટ રાખવામાં આવી હતી. પરંતુ હવે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતા સોમવારે પણ કેશોદ થી મુંબઈ જવા માટે ફ્લાઇટ રાખવામાં આવી છે. ત્યારે આવનારી 27 ઓક્ટોબરથી આ ફ્લાઈટ શરૂૂ કરી દેવામાં આવશે. જે ફ્લાઇટ 72 પ્રવાસીઓની કેપેસિટી સાથે કેશોદ થી મુંબઈ જશે.