બોમ્બની ધમકી મળતાં અમદાવાદ એરપોર્ટ પર મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ
અમદાવાદ એરપોર્ટ પર મદીનાથી હૈદરાબાદ જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E058નું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. હૈદરાબાદ એરપોર્ટને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો કે ઈન્ડિગોની ફ્લાઈટમાં મક્કા મદીનાથી હૈદરાબાદ મુસાફરી કરી રહેલા મોહમ્મદ નામના વ્યક્તિએ કેપ્સ્યુલ ગળી છે. આ કેપ્સુલથી માનવ બોમ્બ એટેક થશે. આ મેલ બાદ હૈદરાબાદ ATCએ ફ્લાઇટની ઈમરજન્સી લેન્ડિંગ અમદાવાદ એરપોર્ટ પર કરાવી હતી.
બોમ્બ ધમકી મળ્યા બાદ ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટને અમદાવાદ એરપોર્ટ ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી. હૈદરાબાદ એરપોર્ટને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો કે ઈન્ડિગોની ફ્લાઈટમાં મક્કા મદીનાથી હૈદરાબાદ મુસાફરી કરી રહેલા મોહમ્મદ નામના વ્યક્તિએ કેપ્સ્યુલ ગળી છે. આ કેપ્સુલથી માનવ બોમ્બ એટેક થશે. આ મેલ બાદ હૈદરાબાદ ATCએ ફ્લાઇટની ઈમરજન્સી લેન્ડિંગ અમદાવાદ એરપોર્ટ પર કરાવી હતી.
ધમકીભર્યો મેલ મળતા જ ફ્લાઇટને તાત્કાલિક અમદાવાદ એરપોર્ટ પર બપોરે 12 વાગ્યે લેન્ડ કરાઈ હતી. ફ્લાઇટમાં 180થી વધારે પેસેન્જર અને 6 ક્રૂ મેમ્બર હાજર હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હૈદરાબાદ એરપોર્ટને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો કે ઈન્ડિગોની ફ્લાઈટમાં મક્કા મદીનાથી હૈદરાબાદ મુસાફરી કરી રહેલા મોહમ્મદ નામના વ્યક્તિએ કેપ્સ્યુલ ગળી છે. આ કેપ્સુલથી માનવ બોમ્બ એટેક થશે. આ મેલ બાદ હૈદરાબાદ ATCએ ફ્લાઇટની ઈમરજન્સી લેન્ડિંગ અમદાવાદ એરપોર્ટ પર કરાવી.
સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે ફ્લાઇટ અને મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. સુરક્ષા એજન્સીઓ ફ્લાઇટ દ્વારા ઉભા થયેલા કોઈપણ ખતરાની સંપૂર્ણ તપાસ કરી રહી છે. ઇન્ડિગોએ પણ પુષ્ટિ આપી હતી કે સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે અને મુસાફરોની સલામતી પ્રાથમિકતા છે.