ભાંગેલા રસ્તાઓ માટે અધિકારીઓની જવાબદારી ફિક્સ કરો
શહેરમાં અને હાઇ વે પર પડેલા મસમોટા ખાડાઓ બાબતે મુખ્યમંત્રી સુધી કોંગ્રેસની ફરિયાદ: જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ
રાજ્યભરમાં પ્રથમ વરસાદે વિકાસની પોલ ખોલી નાખી છે. અને રાજ્યના નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે, જિલ્લા પંચાયત ચોક હસ્તકના રસ્તાઓ ભાંગીને ભૂકકો થયા છે. રાજ્યભરમાં મસ મોટા ખાડાઓના કારણે વરસાદી પાણી ભરાયેલા હોય આ પ્રકારના ખાડાઓ વાહન ચાલકોને અને ખાસ કરીને રાત્રિના સમયે ટુ-વ્હીલર ચાલકોને નજરમાં આવતા નથી અને જે પગલે રાજ્યભરમાં પ્રાણ ઘાતક અકસ્માતોમાં કોઈકનો લાડકવાયો કે કોઈકનો કંધોતર છીનવાયો હોવાનું રાજ્ય સરકારના રેકોર્ડ પર પણ છે.
રાજ્યભરમાં જ્યારે કેમેરાથી સામાન્ય પ્રજાના ચલણ ઇશ્યૂ કરી કરોડો રૂૂપિયાના ઉઘરાણા કરવામાં આવે છે ત્યારે એ જ કેમેરાથી પ્રાણ ઘાતક અકસ્માતો માટે નિમિત બનતા અને મસ મોટા ખાડાઓ અંગે અધિકારીઓ સામે પણ દંડનીય કાર્યવાહી થવી જોઈએ લોકશાહીમાં અધિકારીઓની જવાબદારી ફિક્સ થવી જોઈએ પરંતુ ભારતમાં આવી કોઈ પરંપરા નથી આ કારણે ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરોથી માંડી અધિકારીઓ બધા મોજથી ફરે છે અને અબજોના ટેક્સ ભરતા નાગરિકો ખાડામાં ગરક થાય છે. અધિકારીની જવાબદારી ફિક્સ કરવા અને ખાડા હોય તો તે અંગે અધિકારીઓ સામે ઋઈંછ કરવા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદિપસિંહ જાડેજાએ લેખીત રજૂઆત કરી છે.
ખાડામાં નેશનલ હાઇવે કે સ્ટેટ હાઇવે માં ખાડાઓમાં ગરક થઈ જવાના પગલે કોઈકનું મૃત્યુ થયું છે ત્યારબાદ અધિકારીઓ સામે સાપરધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવે છે પરંતુ જ્યારે ખાડાઓ મોં ફાડીને બેઠા હોય ત્યારે કોઈ જાતની પોલીસ તંત્રની કે જવાબદાર તંત્રના અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અધિકારીઓ અને પદાધિકારીઓ કોન્ટ્રાક્ટરની મિલીભગતથી ભ્રષ્ટાચાર ના પગલે રાજ્યના રસ્તાઓ બિસ્કીટ ની જેમ ભાંગી ગયા છે. જે પગલે વાહન ચાલકો ને વાહનો ભાંગી જાય છે અને કમરના મણકા તૂટી જાય એ પ્રકારના ખાડાઓ પડી ગયા છે ત્યારે રાજ્યમાં અમારી જાણ મુજબ 11 હજાર કરોડના રસ્તાઓ બનાવ્યા છે અને 19 હજાર કરોડ રૂૂપિયા ટોલ ટેક્સ પેટે સરકારે ગુજરાતના નાગરિકોના ખિસ્સા ખંખેરી લીધા છે અને તેમ છતાં હજુ અમદાવાદ હાઈવે ઉપર વધુ ટોલનાકા ઉભા કરી લૂંટવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
મહાનગરપાલિકાઓમાં પણ રાજ્ય સરકાર કરોડો રૂૂપિયા આપતી હોવાના દાવાઓ વચ્ચે મહાનગરપાલિકાના રસ્તાઓ પણ ભાંગીને ભૂકકો થયા છે તમામ રસ્તાઓની તાત્કાલિક મરામત કરવા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને જવાબદાર અધિકારીઓને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા આદેશ કરવામાં આવે છે પરંતુ કોન્ટ્રાક્ટરો બ્લેક લિસ્ટ થયા છે, કામો સમય મર્યાદામાં કરતા નથી. શાસક પક્ષના મળતીયાઓ કોન્ટ્રાક્ટરો અધિકારીઓનું માનતા નથી અને મહિનાઓ પછી નહીં વર્ષોના વર્ષો સુધી કામ ચાલે છે તેની સાબિતી રાજકોટ અમદાવાદનો સીક્સ લેન્ડ છે. આ રસ્તા પરથી સૌરાષ્ટ્રના તમામ ધારાસભ્યો અને સંસદ સભ્યો સહિતના તાલુકા જિલ્લા પંચાયતના પદાધિકારીઓની પણ અવરજવર કરતા હોવા છતાં આજદિન સુધી ત્રણ મુખ્યમંત્રી બદલાયા પરંતુ હજુ સુધી અમદાવાદ સીક્સ લેન્ડનું કામ પૂર્ણ થયું ન હોવાને બદલે અનેક માનવ જિંદગી હોમાઈ ગઈ છે.