તલાટીની પરીક્ષાનું પરિણામ જાહેર મુખ્ય માટે પાંચ ગણા ઉમેદવાર લાયક
ગત તારીખ 14 સપ્ટેમ્બરના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી મહેસુલી તલાટી વર્ગ ત્રણની પરીક્ષા લાખો ઉમેદવારોએ આપી હતી. આ પરીક્ષાનું પરિણામ પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે પસંદગી મંડળે પરીક્ષા લેવાયાના બીજા જ દિવસે પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી દીધી હતી અને ફાઇનલ આન્સર કી તારીખ 26 સપ્ટેમ્બરના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી ગઈકાલે મોડી સાંજે પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે.
અને લાખોની સંખ્યામાં પરીક્ષા આપેલા ઉમેદવારો માંથી 12178 ઉમેદવારોની પસંદગી મુખ્ય પરીક્ષા માટે કરવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ ઉમેદવારોએ મેળવેલા ગુણના આધારે કેટેગરી વાઇઝ આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાત સરકારના મહેસુલ વિભાગમાં મહેસુલી તલાટી વર્ગ ત્રણની કેટલી જગ્યા ખાલી પડી છે તેના કરતાં પાંચ ગણા વધુ ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરાવવામાં આવ્યા છે. આ પરીક્ષામા રમતગમતના ગુણ મેળવવાનું દાવો કરનાર ઉમેદવારોને તેમના રમતગમતના માન્ય પ્રમાણપત્રો અસલમાં રજૂ કરવાની શરતે તદ્દન કામ ધોરણે મુખ્ય પરીક્ષામાં બેસવા દેવાનો નિર્ણય પસંદગી મંડળ દ્વારા કરવામાં આવ્યો છે.
જો ઉમેદવારનું રમતગમતનું માન્ય પ્રમાણપત્ર નિયત સમય મર્યાદામાં રજૂ નહીં થાય કે ઉમેદવારે રજૂ કરેલ પ્રમાણપત્ર અમાન્ય હશે તો આવા ઉમેદવારે મેળવેલા લાભ મૂળ અસરથી રદ કરવામાં આવશે. મહેસુલી તલાટીની પરીક્ષાના પરિણામમાં જનરલ,ઈડબ્લ્યુએસ, એસીબીસી, એસસી, એસટી, એક્સ સર્વિસ મેન જેવી જુદી જુદી કેટેગરી વાઈઝ કટ ઓફ માર્ક પણ જાહેર કરવામાં આવ્યા છે