અમદાવાદમાં કાલથી ફાઇવ સ્ટાર ફૂડ ફેસ્ટિવલ અને સાહિત્ય મેળાનો પ્રારંભ
અમદાવાદ શહેર ફરી એક વાર સ્વાદ અને સાહિત્યના રંગે રંગાવા જઈ રહ્યો છે. આગામી તારીખ 13 નવેમ્બરથી 16 નવેમ્બર 2025 સુધી સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ફૂડ ફોર થોટ ફેસ્ટ - ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલનું સાઉથ એશિયન એસોસિએશન ફોર ગેસ્ટ્રોનોમી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
વિશ્વના ખ્યાતનામ શેફ્સ અને ખાદ્યપ્રેમીઓ અહીં વિવિધ દેશોના વ્યંજનોનો સ્વાદ માણી શકશે.ફૂડ ફેસ્ટિવલમાં પ્રવેશ માટે એન્ટ્રી ફ્રીફૂડ ફેસ્ટિવલમાં લક્ઝરી પેવેલિયનમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં 1000 રૂૂપિયામાં હાઇ ટી, 2100 રૂૂપિયામાં જગન્નાથ પુરીનો મહાપ્રસાદ અને 2500 રૂૂપિયામાં સ્પેશિયલ લંચ મેનુનો આનંદ માણી શકાશે.
ફૂડ ફેસ્ટિવલમાં પ્રવેશ માટે કોઈપણ પ્રકારની એન્ટ્રી ફ્રી નથી. ખાવા-પીવાની વસ્તુઓ માટે નક્કી ચાર્જ ચૂકવવો પડશે. વિવિધ ફૂડ પેવેલિયન અને સ્ટોલ્સમાં ભારતીય તેમજ આંતરરાષ્ટ્રીય વાનગીઓનો સ્વાદ માણી શકાય છે. ખાસ ઓફર મેળવવા માટે ફેસ્ટિવલમાં ચછ કોડ સ્કેન કરીને ફૂડની પ્રાઇઝ માહિતી મેળવી શકાશે.બુક ફેસ્ટિવલનું પણ આયોજનઆ જ સમયગાળામાં ગુજરાત 2.0 અંતર્ગત 13 નવેમ્બરથી 23 નવેમ્બર 2025 સુધી અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ - 2025 નું પણ આયોજન કરવામાં આવ્યું છે. નેશનલ બુક ટ્રસ્ટ ઇન્ડિયાના સહયોગથી આ બુક ફેસ્ટિવલનું ઉદ્દેશ્ય હેરિટેજ સિટી અમદાવાદને સાહિત્ય અને પ્રકાશન ક્ષેત્રે વૈશ્વિક સ્તરે પ્રખ્યાત બનાવવાનું છે.