મોરબી પંથકમાં યમરાજાના ધામા, પાંચ લોકોના મોત
બે લોકોના પાણીમાં ડૂબી, બે નીચે પટકાતા અને એકે આપઘાત કરતા મોત નિપજ્યું
મોરબી તાલુકા પોલીસ મથકમાં અમોતનો બનાવ બન્યો છે જેમાં મૃતક અજાણ્યો પુરુષ આશરે 30 થી 40 વર્ષ વાળો આજે તા. 14 ના રોજ ઘૂટું ગામની સીમમાં આવેલ ખેતરમાં કુવામાં કોઈ કારણોસર પડી જતા પાણીમાં ડૂબી જતા મોત થયું હતું મૃતદેહ ફોરેન્સિક પીએમ કરાવી હાલ મોરબી સરકારી હોસ્પીટલન કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલ છે મૃતકના સગા સંબંધી અંગે કોઈ ઓળખ થઇ નથી જેથી મૃતક અંગે કોઈ માહિતી મળે તો મોરબી તાલુકા પોલીસ મથક 63596 26066 અને તપાસ ચલાવનાર એ એમ ગરીયા મો.નં. 96011 46770 પર માહિતી આપવા પોલીસે અપીલ કરી છે.
માથામાં ઇજા થતાં મોત
મોરબીના ઉમા ટાઉનશીપ પાસે રહેતા મેહુલભાઈ રસિકભાઈ જોગીયાણી નામના યુવાન મકાનની બહાર ઓટા પરથી પડી જતા માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા સરકારી હોસ્પીટલમાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને યુવાનને મરણ ગયેલ જાહેર કર્યો હતો મોરબી બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
દવા પી આપઘાત
મોરબીના રવાપર ઘુનડા રોડ પર તુલસી એપાર્ટમેન્ટ ઉમિયાનગર 2 ના રહેવાસી વિજયાબેન તુલસીભાઈ દેત્રોજા (ઉ.વ.75) નામના વૃદ્ધા ગત તા. 13 ના રોજ સવારના પાંચેક વાગ્યે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા સારવારમાં વૃદ્ધાનું મોત થયું હતું પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક વિજયાબેન ઘણા સમયથી ઢીંચણના દુખાવાથી પીડાતા હતા અને દુખાવાથી કંટાળી દવા પી લીધાનું ખુલ્યું છે મોરબી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
પડી જતાં મોત
મોરબીના નવા જાંબુડિયા ગામે શિવમ ટાઈલ્સમાં રહીને કામ કરતા મડકામ ટોસે બીરૂૂઆ (ઉ.વ.41) નામના આધે ગત તા. 13 ના રોજ શિવમ બોર્ડર સિરામિકમાં ઉંચાઈ પરથી પડી જતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા સારવારમાં મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે.
પાણીમાં ડૂબી જતાં મૃત્યુ
ટંકારા તાલુકાના નસીતપર ગામે રહેતા અરજણભાઈ શીવાભાઈ કોળી (ઉ.વ.55) નામના પૌઢ ગત તા. 13 ના રોજ થોરાળા ગામના પાટિયા પાસે શિવ ફોર્મ પાસે નાળાના પાણીમાં કોઈ કારણોસર ડૂબી જતા મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.
