શહેરમાં વધુ પાંચ કોરોનાના કેસ નોંધાયા, ગ્રામ્યમાં રાહત
જામનગર શહેર માં કોરોના ના કેસ માં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. જો કે તેની ગતિ છેલ્લા બે દિવસ થી નબળી પડી હતી પરંતુ ગઈકાલે ફરી વખત કેસ માં ઉછાળો આવ્યો હતો અને 10 નવા કેસ નોંધાયા હતા, જેમાં આજે ઘટાડો થયો છે, અને વધુ પાંચ કેસ નોંધાયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તાર આજે કોઈ કેસ નોંધાયો નથી. શહેર વિસ્તાર ના 44 દર્દીઓ ને હોમ આઇસોલેસન માં રાખવામાં આવ્યા છે.
જામનગર શહેર માં કોરોના ના કેસ ની સંખ્યા માં દિન પ્રતિદિન વધારો - ઘટાડો નોંધાઈ રહ્યો છે. જો કે જામનગર ના શહેરી વિસ્તાર માં છેલ્લા બે દિવસ થી કેસ માં ઘટાડો જોવા મળતા રાહત મળી હતી પરંતુ ગઈકાલે એક જ દિવસ માં વધુ 10 કેસ નોંધાયા હતા. જ્યારે. આજે નવા પાંચ કેસ નોંધાયા છે.જેમાં દિગ્જામ વિસ્તાર ના 49 વર્ષ ના પુરુષ , રાંદલ નગર નો 20 વર્ષ નો યુવાન , હીરજી મિસ્ત્રી માર્ગે રહેતા 46 વર્ષ ના મહિલા , નાગેશ્વર.વિસ્તાર ના 68 વર્ષ ના મહિલા, અને રોયલ પુષ્પ પાર્ક ના 29 વર્ષ ના મહીલા નો સમાવેશ થાય છે આજે 6 દર્દી ને કોરોના મુકત જાહેર કરવામાં આવ્યા હતા. જામનગર શહેર માં હાલ ની સ્થિતિ એ કુલ 44 એક્ટિવ કેસ છે . જ્યારે જામનગર ગ્રામ્ય વિસ્તાર માં આજે કોઈ નવો કેસ નોંધાયો નથી.અને હાલ ની સ્થિતિ એ કુલ પાંચ એક્ટિવ કેસ છે. જ્યારે હોસ્પિટલ માં કોઈ દર્દી દાખલ નથી.