આ વર્ષે શ્રાવણ માસમાં પાંચ સોમવાર
સોમનાથમાં ગુરૂપૂર્ણિમાથી જ શરૂ થશે શ્રાવણનો માહોલ
નજીકના સમયમાં પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે અને ગુરૂૂ પૂર્ણિમાંથી જ શ્રાવણ માસનો માહોલ રચાઈ જશે. આ વખતે શ્રાવણ માસનું વૈવિધ્ય એ છે કે માસની શરૂૂઆત પાંચ ઓગષ્ટ થી થશે અને આ માસમાં પાંચ સોમવાર રહેશે.
તેમજ સોમવારે સોમવતી અમાસના દિવસે માસની પૂર્ણાહૂતિ થશે. આવો સુયોગ બહુ જ ઓછો રચતો હોય છે. સોમનાથમાં શ્રાવણ માસના કાર્યક્રમો નકકી કરવા કવાયત હાથ ધરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ઉતરમાં આવેલા હિંદી ભાષી રાજ્યો ઉંતરપ્રદેશ ,ઉતરાખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં શ્રાવણ માસ આપણા શ્રાવણ માસથી પંદર દિવસ વહેલો શ્રાવણ માસ બેસી જાય છે અને આપણે એનાથી પંદર દિવસ પાછળ હોઈએ છીએ. હરિદ્વાર અને ગંગાકાંઠાના નગરોમાંથી ગંગાજળ ભરવા માટે કાવડિયાઓની યાત્રાઓ શરૂૂ થઈ ગઈ છે.
આશરે સવાસો લિટર ગંગાજળ ભરેલા કુંભોને ખંભા પર ઉચકીને છેક 250 કિલોમીટર સુધી લઈ જનારા શ્રદ્ધાળુઓ પણ દેશમાં વસે છે. આ જ કાવડિયાઓ કાવડમાં ગંગાજળ ભરીને આપણા શ્રાવણ માસના પ્રારંભની તારીખ ગણીને એમના વતનથી પદયાત્રા શરૂૂ કરી દે છે.
એક નવો સીલસીલો ચાલુ થયો છે એમાં દર પૂનમ મહારાષ્ટ્રમાંથી ગીરનારની પૂનમ ભરવા અનેક યાત્રાળુઓ આવે છે. સોમનાથમાં કેટલાક શ્રદ્ધાળુઓ એમના રાજયના પંચાંગને આધાર માનીને અહી શ્રાવણ બેસી ગયો છે એમ સમજીને દર્શને આવે છે. જેના કારણે અહીશ્રાવણ માસ બેસે એ પહેલા શ્રાવણનો માહોલ રચાય છે.