ભાવનગરમાં કૂતરાનાં બિસ્કિટનાં પાર્સલ સાથે મુંબઇથી ગાંજો મંગાવનાર પાંચ નબીરાઓ ઝડપાયા
ભાવનગર માંથી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી પાંચ નબીરાઓને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે 475 ગ્રામ ગાંજો, રૂૂ. 1.50 લાખ રોકડ અને પાંચ મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. આરોપીઓએ કૂતરાના બિસ્કિટના પાર્સલની આડમાં મુંબઈથી ગાંજો મંગાવ્યો હતો. પોલીસે ગાંજો મોકલનાર મુંબઈના શખ્સને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર નીલમબાગ પોલીસે મળેલી બાતમી ને આધારે શહેર ની માયા ટ્રાવેલ્સની ઓફિસમાંથી મુંબઈથી આવેલ પાલતુ કૂતરાના બિસ્કિટના પાર્સલની આડમાં ગાંજા નો ઝડ જથ્થો ઝડપી લીધો છે. અને પાર્સલ લેવા આવેલા પાંચ નબીરાઓને પણ ઝડપી લીધા છે.
પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, પાર્સલમાં કૂતરાના બિસ્કિટ સાથે રોકડ અને ગાંજો હતો. ગાંજા સાથે ઝડપાયેલામાં રૂૂતુરાજસિંહ વિરેન્દ્રસિંહ ગોહિલ ઉ.વ.26 રહે.પ્લોટ નં.5 સાધના સોસાયટી દેવુબાગ ભાવનગર , પરંજભાઇ વિજયભાઇ પટેલ ઉ.વ.26 રહે. સી-1795, વૃદાંવન પાર્ક, પટેલ સોસાયટી કાળીયાબીડ ભાવનગર , જીગરભાઇ જીતેન્દ્રભાઈ સિધ્ધપુરા ઉ.વ. 27 રહે. પ્લોટનં. 46 રેખા સોસાયટી, લીલા સર્કલ ભાવનગર, જયભાઇ વિમ લભાઇ પટેલ ઉ.વ. 24 રહે. પ્લોટનં. 1884, વૃદાંવન સોસાટી કાળીયાબીડ ભાવનગર અને અભિષેકભાઇ બાબુભાઇ માંગુકીયા રહે. દેવુબાગ નો સમાવેશ થાય છે. જ્યારે મુંબઇ રહેતા પાર્થભાઈ ભટ્ટ જેને ટ્રાવેલ્સમાં ગાંજો મોકલ્યો હતો તેને ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ છે.
પોલીસે માયા ટ્રાવેલ્સમાં મારફતે મેળવી તેઓના કબ્જામાં નાર્કોટીકસ ગાંજો વજન 475 ગ્રામ કિ.રુ.4750/- એક પારદર્શક સીલપેક બોકસમાં તથા મોબાઇલ ફોન-5 કિ.રૂૂ.125000 / તથા રોકડા રૂૂપિયા 1,50,000/ સહિત કુલ કિ.રૂૂા. 280000/- નો મુદ્દામાલ કબજે કરેલ છે. આ અંગેની વધુ તપાસ નીલમબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ બી.ડી .ઝાલા ચલાવી રહ્યા છે.