ભાવનગરના તળાજાના યુવાન પર અખાડામાં પાંચ ઈસમોએ કર્યો હુમલો
ભાવનગરના તળાજા ના વ્યાયામ શાળામાં મિત્રો સાથે ક્રિકેટ રમતા યુવાન પર બાઈક લઈ ને આવેલા પાંચ યુવાનો એ હુમલો કર્યો હતો.જેમાં યુવક ને કરોડરજ્જુ ના ભાગે છરી નો એક ઘા માર્યો હતો. મુંઢ ઇજાઓ કરી પાંચેય યુવકો ફરાર થઈ ગયા હતા.બનાવને પગલે તળાજા પોલીસ સરકારી હોસ્પિટલ જઈ ને ફરિયાદ નોંધવા સહિતની કાર્યવાહી કરી હતી.
તળાજા ના કાઝીઢોરા વિસ્તારમાં રહેતા અને દાંત ની હોસ્પિટલ મા નોકરી કરતા ઈરફાન ફિરોઝભાઈ કુરેશી ઉ.વ..20 આજે સાંજના પાંચેક વાગ્યે મિત્રો સાથે વ્યાયામ શાળામાં ક્રિકેટ રમતો હતો.આ સમયે બાઈક પર આવેલા ઈસમોએ હુમલો કર્યો હતો.જેમ યુવક ને પીઠના ભાગે છરી નો ઘા મારેલ હતો.અન્યોએ મુંઢ માર મારેલ જેને લઈ ઇજાગ્રસ્ત યુવક ને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.ઈજાના ભાગે ટાંકા આવ્યા હતા.
યુવકના દાવા પ્રમાણે રાજેશ ભરવાડ સાથે જુની અદાવત ને લઈ પોતાના ઉપર રાજેશ,નિકુલ,પ્રદીપ અને અન્ય બે વ્યક્તિ એ હુમલો કર્યો હતો.બનાવના પગલે તળાજા પોલીસ હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી.બંદોબસ્ત ગોઠવી ઇજા ઇજા ગ્રસ્ત યુવક ની ફરિયાદ લઈ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતું.