વયમર્યાદામાં વધારો કરાવવા પાંચ લાખ કર્મચારીઓએ સરકાર સામે ફરી બાયો ચડાવી
જ્યારે દેશના મોટાભાગના રાજ્યો સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વય વધારીને 60 કે 62 વર્ષ કરી રહ્યા છે, ત્યારે ગુજરાત હજુ પણ 58 વર્ષની મર્યાદા જાળવી રાખીને એક અપવાદરૂૂપ સ્થિતિમાં છે. આ મુદ્દે રાજ્યના સરકારી કર્મચારીઓમાં ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે અને હવે કર્મચારી યુનિયનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આજીજી ભર્યો પત્ર લખીને અન્ય રાજ્યો અને કેન્દ્ર સરકારની જેમ નિવૃત્તિ વય વધારીને 60 વર્ષ કરવાની તાકીદ કરી છે.
ગુજરાત વહીવટી સુધારણા આયોગ માળખાગત સુધારા માટે સતત પ્રયાસશીલ છે, ત્યારે રાજ્યના સરકારી કર્મચારીઓ તેમની એક મુખ્ય માંગ - નિવૃત્તિ વય 58 થી 60 વર્ષ કરવાની - માટે ફરી એકવાર મેદાને પડ્યા છે. પાંચ દિવસના કાર્ય સપ્તાહની માંગણી બાદ, હવે ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ, જે રાજ્ય સરકારના વિવિધ વિભાગો, બોર્ડ-કોર્પોરેશનો અને જિલ્લા વહીવટી તંત્રના લગભગ પાંચ લાખ કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરે છે, તેણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સાતમા પગાર પંચની ભલામણો મુજબ નિવૃત્તિ વય લાગુ કરવા વિનંતી કરતો પત્ર મોકલ્યો છે. પત્રમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ઈંઅજ, ઈંઙજ, ઈંઋજ અને ઈંછજ જેવા કેન્દ્રીય સેવાઓના અધિકારીઓ 60 વર્ષે નિવૃત્ત થાય છે.
એટલું જ નહીં, દેશના ઘણા રાજ્યોએ પણ આ ધોરણ અપનાવી લીધું છે. વાસ્તવમાં, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોએ તો આરોગ્ય સેવાના કર્મચારીઓ માટે નિવૃત્તિ વય 62 વર્ષ સુધી લંબાવી દીધી છે. કર્મચારી સંકલન સમિતિ દલીલ કરે છે કે, કર્મચારીઓની અછત, વધતી નિવૃત્તિઓ અને ભરતીમાં વિલંબને જોતા, ગુજરાતમાં વય મર્યાદા વધારવી માત્ર વાજબી જ નહીં, પરંતુ અનિવાર્ય પણ છે. સમિતિના ક્ધવીનર સંજય પટેલ અને પ્રમુખ વિષ્ણુ પટેલના જણાવ્યા મુજબ, નસ્ત્રગુજરાતમાં સાતમા પગાર પંચના અમલ થયા ત્યારથી, તેઓ તેની ભલામણો હેઠળ પ્રદાન કરાયેલી નિવૃત્તિ વય 60 વર્ષ સુધી વધારવાની સતત માંગ કરી રહ્યા છે. સમિતિના નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું કે, અન્ય રાજ્યોએ વર્ષો પહેલા આ અંગે કાર્યવાહી કરી છે, જ્યારે ગુજરાત હજુ પણ વિલંબ કરી રહ્યું છે. તેમના મતે, સરકાર આંદોલનો દરમિયાન ખાતરી આપે છે, પરંતુ ક્યારેય તેનું પાલન કરતી નથી. તેમણે ઉમેર્યું કે, વારંવારની અપીલો છતાં રાજ્યના કર્મચારીઓને અસર કરતી નવ મુખ્ય ચિંતાઓ હજુ પણ વણઉકેલી રહી છે.