ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગોંડલ-રીબડા વચ્ચે પાંચ કિ.મી.નો જામ, તંત્રના વિકાસના નામે તાબોટા

04:13 PM Jul 07, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

 

ગોંડલ-રીબડા વચ્ચે ગઈકાલે રાત્રે હજારો વાહનચાલકોને ભૂખ્યા-તરસ્યા 3 કલાક સુધી ગંભીર હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રીબડા ટોલપ્લાઝા પર NHAI તથા ટોલ સંચાલકોના અણઆવડતપૂર્ણ વ્યવસ્થાપનને કારણે વાહનોની લાંબી લાઇનો લાગી હતી અને લોકો ફસાઇ ગયા હતા વાહનોની 5 કિમીથી વધુની કતારો જોવા મળી હતી અને ઘણી એમ્બ્યુલન્સો પણ ફસાતા દર્દીઓના જીવ જોખમમા મુકાયા હતા.

ટ્રાફિક ક્લિયર કરવાનું મુખ્ય કામ NHAI તથા જિલ્લા પોલીસ વિભાગની જવાબદારીમાં આવે છે, તેમ છતાં બંને વિભાગો બેદરકારી દાખવી ઘટનાને ગંભીર બનાવવામાં સહભાગી બન્યા છે. લોકો કલાકો સુધી ટ્રાફિકમા ફસાયેલા રહ્યા છતાં કોઈ વ્યવસ્થા જોવા મળતી ન હતી જેથી વાહનચાલકો રોષે ભરાતા હતા.

ગોંડલ રોડનાં પ્રશ્ર્ને લડત ચલાવતા કોંગ્રેસના પ્રવકતા રોહિત રાજપુતે જણાવ્યુ હતુ કે , આ ગંભીર સમસ્યાના સંદર્ભે સ્થાનિક તંત્ર ખાસ કરીને કલેક્ટર મુખપ્રેક્ષક બની રહ્યા છે અને લોકોની પીડા સામે સંવેદનશીલતા દર્શાવતી કોઈ કાર્યવાહી કરાતી દેખાઈ નથી ગઇંઅઈંના નિયમો મુજબ જો ટોલપ્લાઝા પર 3 મિનિટથી વધુ સમય વાહન અટકે તો ટોલ ફ્રી સુવિધા આપવી જરૂૂરી છે. છતાં અહીં 3 કલાક સુધી ચાલકોને પીડા આપ્યા બાદ પણ ટોલ વસૂલાત યથાવત રહી છે જે સ્પષ્ટ રીતે નિયમોની ઊલંઘના છે.

રોહિત રાજપૂતે જણાવેલ કે , રાજકોટ-જેતપુર હાઇવે પર છેલ્લા એક અઠવાડિયાથી લોકો, વિરોધ પક્ષો તથા ઇન્ડ્રસ્ટ્રીઝના વિવિધ સંગઠનો આ ટ્રાફિકજામ, બિસ્માર વ્યવસ્થાપન તથા ટોલપ્લાઝા ઉપર ભારે અરાજકતા મુદ્દે સતત અવાજ ઉઠાવી રહ્યા છે, રજૂઆતો થઇ રહી છે, છતાં જવાબદાર તંત્ર આંખ આડા કાન કરી બેઠું છે અને કોઇ અસરકારક કાર્યવાહી કરાઇ નથી.

Tags :
Gondal-Ribada trafficgujaratgujarat newstraffic
Advertisement
Next Article
Advertisement