મોરબીમાં જર્જરિત થયેલ પાંચ ઈમારતો તોડી પડાઈ
11:45 AM May 29, 2025 IST | Bhumika
Advertisement
મોરબી શહેરમાં અનેક જર્જરિત ઈમારતો જોખમી હાલતમાં જોવા મળે છે અને ચોમાસું નજીક છે ત્યારે ભારે વરસાદ અને પવનની સ્થિતિમાં આવી ઈમારતો તૂટી જાનહાની ના સર્જે માટે મહાનગરપાલિકા દ્વારા જોખમી ઈમારતો તોડવાની કામગીરી શરુ કરી છે જેમાં આજે કુલ પાંચ ઈમારતો તોડવામાં આવી હતી.
મોરબી મહાનગરપાલિકા દ્વારા જર્જરિત હાલતમાં હોય તેવી 26 ઈમારતોને નોટીસ આપવામાં આવી હતી અને 16 ઈમારતોને ત્રીજી અને છેલ્લી નોટીસ આપ્યા બાદ આજે પાંચ ઈમારતો હટાવવાની કામગીરી હાથ ધરી હતી જેમાં સવારે મોરબીના વાઘપરામાં જોખમી ઈમારત તોડી પાડવામાં આવી હતી તે ઉપરાંત શહેરન અરુણોદયનગર, વર્ધમાન અને રીલીફનગર સહિતના વિસ્તારમાં મળીને કુલ પાંચ ઈમારતો તોડવાની કામગીરી કરવાના આવનાર છે.
Advertisement
Advertisement