પાટણના વડાવલ ગામે ડૂબી જવાથી પાંચનાં મોત
લપસેલા બાળકને બચાવવા જતા માતા-બે બાળકો સહિત પાંચને તળાવ ગળકી ગયું
પાટણના ચાણસ્મા તાલુકાના વડાવલ ગામમાં થયેલા એક દુ:ખદ અકસ્માતે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. આ અકસ્માતમાં એક જ પરિવારના બે બાળકો અને તેમની માતાનું પણ મોત થયું હતું. એકસાથે પાંચ લોકોના ડૂબી જવાથી ગામમાં શોકનું વાતાવરણ છે.
આ અકસ્માત ત્યારે થયો જ્યારે એક બાળક લપસી ગયો અને તેને બચાવવાનો પ્રયાસ કરતી વખતે અન્ય ચાર લોકો પણ તળાવમાં ડૂબી ગયા.ગ્રામજનોએ તાત્કાલિક બધાને બહાર કાઢ્યા અને સારવાર માટે ચાંસમા સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ બચાવી શકયા ન હતા.
વડાવલ્લીના તલાટી પરમારે આ ઘટના વિશે સ્થાનિક અધિકારીને જાણ કરી. દુ:ખદ વાત એ છે કે મૃતકોમાં એક જ પરિવારની માતા અને બે બાળકો તેમજ ગ્રામ પંચાયતના પટાવાળાનો પુત્રનો સમાવેશ થાય છે. આ ઘટનાને કારણે સમગ્ર ગામમાં શોકનું વાતાવરણ છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહોને સંબંધીઓને સોંપવામાં આવશે.
તલાટીએ જણાવ્યું કે રવિવારે સાંજે 5.30 વાગ્યાની આસપાસ, મુસ્લિમ સમુદાયના બાળકો વડાવલ ગામમાં એક તળાવ પાસે બકરીઓ ચરાવી રહ્યા હતા, ત્
યારે એક બાળક ડૂબી ગયું અને બીજાને બચાવવાનો પ્રયાસ કરતી વખતે પાંચેય બાળકના મોત થયા.