For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામનગર-રાજકોટ હાઈવે પર જોખમી સ્ટંટ કરનાર પાંચ બાઈકસવાર ઝડપાયા

12:43 PM May 22, 2025 IST | Bhumika
જામનગર રાજકોટ હાઈવે પર જોખમી સ્ટંટ કરનાર પાંચ બાઈકસવાર ઝડપાયા

Advertisement

જામનગર- રાજકોટ ધોરીમાર્ગ પર શનિવારે રાત્રે બાઈકની રેસ ચલાવનારા યુવાનો પૈકી એક યુવાન ટ્રક સાથે અથડાઈને ગંભીર સ્વરૂૂપે ઘાયલ થયો હતો, અને હાલ સારવાર હેઠળ છે. જે સમગ્ર બાઇક રેસનો વિડીયો વાયરલ થયો હતો, અને તેમાં 6 બાઈક સવારો દેખાયા હતા.જે પૈકી ના પાંચ બાઇક સવારો ને પોલીસે શોધી કાઢી અટકાયતમાં લીધા છે, અને તમામ ના બાઇક ડિટેઈન કરી લેવાયા છે.

જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર શનિવારે રાત્રે ફૂલ સ્પીડમાં વાહન ચલાવી અકસ્માત સર્જનારા અંકિત મકવાણા ને ટ્રકના પાછળના ઠાંઠામાં ઠોકર વાગવાથી ગંભીર ઇજા થઈ હતી, અને હાલ જી.જી. હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. અને તેની હાલત અત્યંત નાજુક છે.

Advertisement

જે બાઈક રેસ નો વિડીયો વાયરલ થયો હતો, જે વીડિયોને લઈને પંચકોશી એ. ડિવિઝનની પોલીસ ટિમ હરકતમાં આવી ગઈ હતી, વીડિયોમાં દેખાતા વાહનો અને તેના નંબરના આધારે અંકિત સહિતના છ બાઈક સવાર સામે ફૂલ સ્પીડમાં વાહન ચલાવવા સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો, અને તમામ બાઈક સવારની શોધખોળ શરૂૂ કરી હતી. પંચકોષી એ. ડિવિઝનની પોલીસ ટીમે જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરીને કુલ પાંચ બાઈક સવાર ચેતન રાજેશભાઈ પાડલીયા, યાસીન કરીમભાઈ બાબવાણી, ચિરાગ રાજેશભાઈ પાડલીયા, મયુર રામભાઈ મકવાણા અને મુસ્તફા અહમદભાઈ મુસાણી વગેરે પાંચ બાઈક સવારની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને તેઓના વાહનો ડીટેઇન કરી લેવાયા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement