પાકિસ્તાનની જેલમાં સબળતા માછીમારે અસહ્ય યાતનાથી છોડાવવા માટે પરિવારને વીડિયો મોકલ્યો
ઉના તાલુકા કોંગ્રેસે પ્રમુખના મોબાઇલ પર અચાનક પાકિસ્તાનથી ફોન આવ્યો,પાકિસ્તાન હોસ્પિટલમાં ગંભીર બિમાર માછીમાર પરિવારને વિનંતી કરતો વીડિયો મોકલ્યો
એક પગે બાંધેલી ઝંઝીર વચ્ચે પાકિસ્તાન હોસ્પિટલમાં સારવાર લેતો કોઈ આતંકવાદી કે ગુન્હેગાર નથી એ એક સામાન્ય ગરીબ કાળી મજૂરી કરી પરીવારનું ગુજરાત ચલાવવા રોજીરોટી મેળવવા ફિશીંગ બોટ મા માછીમારી કરવા ગયેલ ઉના તાલુકાના ચિખલી ગામનો ભગાભાઈ પરબતભાઇ બાંભણીયા છે જે પાંચ વર્ષ જેવા લાંબા સમયથી પાકિસ્તાન જેલમાં યાતના ભોગવવી રહ્યો છે ગત તા 27 ઓક્ટોબરના બપોર ના 12/18 મીનીટે ઉના તાલુકાના ચિખલી ગામે રહેતા પૂર્વ જીલ્લા પંચાયત ના સભ્ય અને ઉના તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધીરૂૂભાઇ સોલંકીના મોબાઈલ ફોનમાં ધંટી લાગેછે અને ધીરૂૂભાઇ નંબર જોવે છે અજાણ્યા 92ની સીરીઝના નંબર જોતાં કોંગ્રેસ પ્રમુખ ને આ નંબર પાકિસ્તાનનો હોવાથી ઉઠાવ્યો ન હતો.
થોડીજ વાર પછી એક વોટ્સએપ પર વિડીયો આવ્યો અને સામેથી ઓડીયો કિલીપ નો અવાજ આવે છે તુમ્હારા બંદા હોસ્પિટલ મે આયા હૈ આપશે બાત કરના ચાહતાં હૈ...આપને ફોન નહીં ઉઠાયા ઈસ લીયે વિડિયો ભેજા હૈ...... કોંગ્રેસ પ્રમુખ એ આ વિડીયો જોતા તેમના ગામ ચિખલીના માછીમાર ભગાભાઈ પરબતભાઇ બાંભણીયા હોવાનું જોવા મળ્યું હતું તે હાલ જેલમાં ગંભીર બિમારીનો શિકાર થતાં સારવાર અર્થે પાકિસ્તાનની કોઈ હોસ્પિટલમાં બન્ને પગે લોખંડ ની સાંકળો બાંધેલી હાલતમાં સારવાર લઈ રહ્યા છે માંદગી ખાટલે પડેલા ભગાભાઈ પરબતભાઇ કોંગ્રેસના પ્રમુખ ધીરૂૂભાઇ સોલંકીને વિનંતી કરે છે કે તે ભારત સરકાર ને રજુઆત કરી પાકિસ્તાન જેલમાં રહેલા માછીમારો ને તાત્કાલિક અસરથી છોડાવી વહેલી તકે માદરે વતન લાવવા માંગણી કરી રહ્યા છે.
આ સમગ્ર બાબતો કોંગ્રેસ પ્રમુખ ધીરૂૂભાઇ સોલંકી એ અમારા પ્રતિનિધિ ને આપી જણાવ્યું હતું કે ઊના તાલુકાના ના ચીખલી ગામ ના માછીમાર ભગાભાઈ પરબતભાઇ જેવા આ વિસ્તાર નાં અનેક માછીમારો પોરબંદર,જખો, માંગરોળ, વેરાવળ ની બોટો મા રોજીરોટી મેળવવા ફીસરમેન તરીકે ગયા પછી પાછા આવ્યા નથી તપાસ કરતાં આ માછીમારો પાકિસ્તાન જેલ સરહદ ભંગ ના ગુન્હા હેઠળ સબડી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષ કરતાં વધુ સમયથી આ વિસ્તાર ના માછીમારો પાકિસ્તાન જેલ હવાલે હોય તેને છોડાવવા અનેક વખત રજુઆત કરી છે અને આ માછીમારો પછી પકડાયેલા માછીમારો છુટી ભારત આવી ગયા છે પરંતુ કેટલાક સાગર ખેડૂ હજુ પાકિસ્તાન ની અલંગ અલંગ જેલો મા હોય તેના કેસો પણ ત્યાં ચાલી ગયાં છે અને તેમ છતાં છુટવા નાં લીસ્ટ માં તેનું નામ નહીં આવતું હોવાથી નિરાશાજનક સ્થિતિ મા જીવન ગુજારી રહ્યાં છે.
માતા, પત્ની પુત્રી પોતાના લાડકવાયાની રાહમાં ભટકી રહ્યા છે
ચીખલી ગામ ના ભગાભાઈ પરબતભાઇ બાંભણીયા ની માતા કડવીબેન પરબતભાઇ બાંભણીયા વયોવૃદ્ધ હોય અને મોટા ભાઈ ભગુભાઈ સાથે રહેછે ગરીબ પરીવાર ના હોવાથી સામાન્ય મંજુરી કરી ગુજરાન ચલાવે છે જયારે પરબતભાઇ બાંભણીયા ના પત્ની વનિતાબેન અને બે પુત્રી સંજના, સેજલ તેમના ઉના તાલુકાના ભીગરણ ગામે પિયર મા રહી માતા બન્ને પુત્રી મંજુરી કરી પોતાનું જીવ જીવે છે પોતાના પરીવાર નો મોભી કરાવનાર મુખ્ય વ્યક્તિ જેલ માં હોવાથી તેને છોડાવવા દર દર ભટકી રહ્યા છે પરંતુ પાંચ વર્ષ થી તેભની વ્યથા સંભળાતી નહીં હોવાનો શુર વ્યક્ત કર્યો હતો.