For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વેરાવળના દરિયામાં ફિશિંગ ટ્રોલર પલટી જતાં માછીમારનું મૃત્યુ

11:36 AM Dec 06, 2025 IST | Bhumika
વેરાવળના દરિયામાં ફિશિંગ ટ્રોલર પલટી જતાં માછીમારનું મૃત્યુ

વેરાવળ બંદર નજીક અરબી સમુદ્રમાં એક ગંભીર દરિયાઈ દુર્ઘટના સર્જાઈ છે. માછીમારી કરીને પરત ફરી રહેલી એક ફિશિંગ ટ્રોલર બોટ ઓવરલોડ ના કારણે પલટી જતાં, બોટમાં સવાર એક માછીમાર અરવિંદ ભારાવાલા નું ડૂબી જવાથી કરુણ મૃત્યુ થયું છે. જોકે, અન્ય ત્રણ ખલાસી ને સમયસર બચાવી લેવાયા હતા.

Advertisement

રેસ્ક્યુ બાદ સામે આવેલા વીડિયોમાં જોઇ શકાય છે કે, મૃતદેહ માછલીઓના ઢગલા નીચે દટાયેલો છે. જાળમાં ફસાયેલી કેટલીક માછલીઓ મૃતદેહને ખાઇ રહી છે. તો કેટલીક માછલીઓ તરફડીને મરી રહી છે. ઓવરલોડ ના કારણે બોટ પલટી જતાં, બોટમાં સવાર એક માછીમારનું ડૂબી જવાથી કરુણ મોત થયું હતું. આશરે 2 નોટિકલ માઈલ દૂર સમુદ્રમાં બોટ અકસ્માતનો ભોગ બની હતી. આ દુર્ઘટના ગુરુવાર, તા.4 ડિસેમ્બરના રોજ સાંજે આશરે 7:30 વાગ્યાના સુમારે બની હતી.

વેરાવળ જાલેશ્વર થી આશરે 2 નોટિકલ માઈલ દૂર સમુદ્રમાં મુકેશ કિશન વણિકની માલિકીની શ્રી ભવાની કૃપા (ઈંગઉ-ૠઉં-32-ખખ-265) નામની બોટ અકસ્માતનો ભોગ બની હતી. બચી ગયેલા માછીમારો માં અજય કિશન વણિક, રાકેશ કિશન વણિક, મહેશ નાથાલાલ ફોફંડી છે . જ્યારે અરવિંદ ભારાવાલા નામના માચ્છીમાર નું મુત્યુ થયું છે.

Advertisement

અતિશય પ્રમાણમાં માછલી ફસાતાં બોટ પલટી વેરાવળ માછીમાર બોટ એસોસિએશન ના પ્રમુખ તુલસીભાઇ ગોહેલે આપેલી માહિતી મુજબ, આ બોટ બુધવારે (3 ડિસેમ્બર) માછીમારી માટે રવાના થઈ હતી. ગુરુવારે સાંજે માછીમારી પૂર્ણ કરી પરત ફરતી વખતે, વેરાવળ જાલેશ્વર નજીક છેલ્લીવાર જાળ નાખવામાં આવી હતી. આ જાળમાં અતિશય પ્રમાણમાં માછલી ફસાતાં બોટ પર ભારે ઓવરલોડ આવ્યો હતો.
બોટમાં સવાર માછીમાર અરવિંદ ભારાવાલાનો ચહેરો માછલીઓએ કરડી ખાધો હતો. જાળ ખેંચતાં જ ફિશિંગ બોટ ઊંધી વળી જાળ પાછી ખેંચવામાં આવી રહી હતી, ત્યારે માછલીના અસામાન્ય વજનને કારણે બોટ એક તરફ વધુ પડતી ઝૂકી ગઈ હતી.

જોતજોતામાં બોટ સંપૂર્ણપણે પલટી મારી ગઈ, જેના કારણે બોટમાં સવાર ચાર માછીમાર દરિયામાં પટકાયા હતા. ઝડપી કાર્યવાહીના પગલે ત્રણ ખલાસી ને સમયસર બચાવી લેવાયા હતા.

દુર્ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં માછીમારી કરી રહેલી અન્ય બોટોના માછીમારોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. આ ઝડપી કાર્યવાહીમાં ત્રણ ખલાસી ને સુરક્ષિત રીતે બચાવી લેવામાં સફળતા મળી હતી.

વેરાવળ જાલેશ્વર થી આશરે 2 નોટિકલ માઈલ દૂર સમુદ્રમાં મુકેશ કિશન વણિકની માલિકીની શ્રી ભવાની કૃપા (ઈંગઉ-ૠઉં-32-ખખ-265) નામની બોટ અકસ્માત નો ભોગ બની હતી. આ બનાવથી માછીમાર સમુદાયમાં શોકનો માહોલ છવાયો છે. જો કે, બોટમાં સવાર અરવિંદ ભારાવાલા ડૂબી જવાથી તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. મૃતકના પરિવાર અને માછીમાર સમુદાયમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ ગંભીર દરિયાઈ દુર્ઘટનાના પગલે માછીમાર સમુદાયમાં સલામતીના પ્રશ્નો ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement