મનપામાં પથમ વખત ઝોનવાઈઝ TPOની નિમણૂક
સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતિર્ણ થયેલ ત્રણ ઉમેદવારોના નામ ફાઈનલ, મેરિટના આધારે પસંદગી કરી સિલેક્શન કમિટીએ મંજૂરી આપી
મહાનગરપાલિકાની ઘણા સમયથી ખાલી પડેલ ટાઉન પ્લાનરની જગ્યા ભરવાનો નિર્ણય થોડા સમય પહેલા લેવામાં આવેલ પરંતુ સરકારની સુચના બાદ ઝોનવાઈઝ ત્રણ ટીપીઓની નિમણુંક કરવાની હોય આ અંતર્ગત સ્પર્ધાત્મક પરિક્ષા લેવામાં આવેલ જેમાં મેરિટના આધારે બે પુરુષ અને એક મહિલા ઉમેદવાર ફાઈનલ થતાં સિલેક્શન કમિટિએ તેમની નિમણુંક કરી બોર્ડમાં ઠરાવ મોકલી આપેલ છે. આથી ટુંક સમયમાં ઝોનવાઈઝ ટીપીઓની નિમણુંક થશે. જે મનપામાં પ્રથમ વખત હોવાનું તંત્રએ જણાવ્યું હતું.
રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખાની મંજુર સેટઅપ પૈકીની ખાલી પડેલ "ટા-પ્લાનર", વર્ગ-1 ની સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રિકસ લેવલ-10, પે-મેટ્રિક્સ રૂૂ.56,100-1,77,500 પગારધોરણવાળી બિનઅનામત કેટેગરીની 03(ત્રણ) જે પૈકી બિનઅનામત(મહિલા)-01(એક) જગ્યા ભરવા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ, આવેલ અરજી અન્વયે તા.02/03/2025ના રોજ લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવેલ, લેખિત પરીક્ષામાં હાજર રહેલ = 55 ઉમેદવારોના તા.15/04/2025ના રોજ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવેલ જેમાં કુલ-55 પૈકી ઉમેદવારો નિયત લાયકાત તથા અનુભવ ધરાવતા હોય તેઓને પસંદગીની પ્રક્રિયા માટે મૌખિક ઇન્ટરવ્ય હાજર રહેવા માટે કોલ લેટર દ્વારા તથા મોબાઇલ મેસેજ દ્વારા જાણ કરવામાં આવેલ આ જગ્યાના મીિ ઈન્ટરવ્યુ તા. 17/04/2025.ગુરૂૂવારના રોજ રાખવામાં આવેલ જે અંતર્ગત કુલ-08(આઠ) ઉમેદવારો મૌિ ઈન્ટરવ્યુ અન્વયે નિયત સમય, તારીખે સ્ટાફ સિલેક્શન કમિટી સમક્ષ હાજર રહેલ.
ઉક્ત વિગતે સ્ટાફ સિલેક્શન કમિટી સમક્ષ હાજર રહેલ ઉમેદવારોના લેખિત પરીક્ષાના 70% = મૌખિક ઈન્ટરવ્યુના 30% ભારાંક અનુસાર મેરિટના અગ્રતાક્રમે આવતા નીચેની વિગતના ઉમેદવારોને "ટા પ્લાનર", વર્ગ-1 ની બિનઅનામત કેટેગરીની 03 (ત્રણ) જે પૈકી બિન અનામત (મહિલા) કેટેગરીની-1 જગ્યા નિમણુંક આપવા માટે તથા મેરિટના ત્યારબાદના ક્રમે આવતા જગ્યાના 01 (એક) ગણા ઉમેદવા= પ્રતિક્ષા યાદીમાં રાખવા માટે સ્ટાફ સિલેક્શન કમિટીની તા.17/04/2025ની વિગતેની કાર્યવાહી નોંધ અનુ= સ્ટાફ સિલેકશન કમિટી દ્વારા ભલામણ કરેલ છે.
કમિશનરશ્રીની ઉપરોક્ત દરખાસ્ત લક્ષમાં લેતા, રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખ મંજુર સેટઅપ પૈકીની ખાલી પડેલ "ટાઉન પ્લાનર", વર્ગ-1 ની સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રિકસ લેવલ--પે-મેટ્રિક્સ રૂૂ.56,100-1,77,500 ના પગારધોરણવાળી બિનઅનામત કેટેગરીની 03 (ત્રણ) જે -બિનઅનામત(મહિલા)-01(એક) જગ્યા ભરવા માટે આજ તા.07/07/2025. સોમવાર ના રોજ સવ 09:30 (સાડા નવ) કલાકે ઓફિસર્સ સિલેક્શન કમિટી સમક્ષ હાજર રહેલ 03(ત્રણ) ઉમેદવારોની શૈક્ષિ લાયકાત, અનુભવ અને ઇન્ટરવ્યુમાં દર્શાવેલ નિપુણતાને ધ્યાને લેતા, નીચે કોષ્ટકમાં દર્શાવ્યા મુજબની વિ= કુલ 03(ત્રણ) ઉમેદવારો "ટાઉન પ્લાનર", વર્ગ-1ની ખાલી પડેલ જગ્યા પર નિમણુંક આપવા માટે પસંદગ પાત્ર જણાયેલ છે, જેથી તેઓની નિમણુંક કરવા આ કમિટી સામાન્ય સભાને ભલામણ કરે છે.