શાળાઓમાં પ્રથમ સત્રાંત પરીક્ષાઓ પૂરી, આવતીકાલથી દિવાળી વેકેશન
બીજા શૈક્ષણિક સત્રનો 6 નવેમ્બરથી પ્રારંભ થશે
રાજ્યભરની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં પ્રથમ સત્રાંત પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે અને હવે આવતીકાલથી 21 દિવસનું દિવાળી વેકેશન શરૂૂ થઈ જશે. આગામી તારીખ 6 નવેમ્બરથી બીજું શૈક્ષણિક સત્ર શરૂૂ થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ 03 ઓક્ટોબરથી ધોરણ 9 થી 12ની પ્રથમ કસોટી નો પ્રારંભ કરાયો હતો.
આ પરીક્ષા ગઈકાલે સોમવારે પૂરી થઈ ગઈ છે. પ્રાથમિક શાળાઓમાં તારીખ 6 ઓક્ટોબરથી પ્રથમ સત્રાંત પરીક્ષાઓનો પ્રારંભ થયો હતો જે તારીખ 14 ઓક્ટોબરે એટલે કે ગઈકાલે પૂરી થઈ ગઈ છે. અમુક ખાનગી શાળાઓમાં આજે પણ પરીક્ષા ચાલુ છે અને તે આજે પૂરી થઈ જશે.
શાળા સંચાલકોના જણાવ્યા મુજબ ખાનગી શાળાઓમાં પણ મહત્વના મોટાભાગના વિષયોની પરીક્ષા પૂરી થઈ ગઈ છે અને હવે માત્ર ભાષાની પરીક્ષા બાકી છે. આજે આ પરીક્ષા પૂરી થયા પછી રાજ્યની તમામ શાળાઓમાં વેકેશન આવતીકાલથી શરૂૂ થશે અને શિક્ષકો દ્વારા ઉત્તરવહીઓ મૂલ્યાંકનની કામગીરી હાથ ધરવામાં આવશે. આવતીકાલથી વેકેશન શરૂૂ થાય છે. પરંતુ મોટાભાગની શાળાઓમાં એક દિવસ વહેલી પરીક્ષા પૂરી થઈ જવાના કારણે દિવાળીના ફેસ્ટિવલનો મૂડ પણ એક દિવસ વહેલો જોવા મળી રહ્યો છે.
આજે અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી ઘણી પાખી જોવા મળી હતી. આવતીકાલથી તારીખ 5 નવેમ્બર સુધી શાળાઓમાં વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. 21 દિવસના આ વેકેશન પછી તારીખ 6 નવેમ્બરના રોજ બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. શાળાઓમાં ક્યારે પરીક્ષા લેવી અને ક્યારે પૂરી કરવી? પરીક્ષા પૂરી થયા પછી વેકેશન ક્યારે જાહેર કરવું ? તે સહિતની તમામ બાબતો નવું શૈક્ષણિક સત્ર શરૂૂ થયું ત્યારે જ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે તેના વાર્ષિક શૈક્ષણિક કેલેન્ડરમાં તેની જાહેરાત કરી હતી અને તે મુજબ શેડ્યુલ પ્રમાણે પરીક્ષાઓ અને વેકેશન થઈ રહ્યા છે.