પ્રાથમિક શાળાઓમાં તા.17મી ઓક્ટોબરથી પ્રથમ સત્રની પરીક્ષા
પ્રથમ શૈક્ષણિક સત્રાંત પરીક્ષા 17 ઓક્ટોબરથી શરૂૂ થશે. શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન લેવાનારી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ પ્રાથમિક શાળાઓની સત્રાંત પરીક્ષા 17 ઓક્ટોબરથી લેવાશે જ્યારે બીજી સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષા સાત એપ્રિલથી લેવા માટેનું આયોજન શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. વર્ષ દરમિયાન લેવાનારી સત્રાંત પરીક્ષા ઉપરાંત મૂલ્યાંકન પરીક્ષા પણ તબક્કાવાર લેવામાં આવશે.
પ્રથમ સત્રમાં 10 મી ઓગસ્ટ અને 31મી ઓગસ્ટ એકમ કસોટી લેવાશે આ ઉપરાંત સપ્ટેમ્બરમાં તારીખ 6,14, 21 અને 28 અને ઓક્ટોબર મહિનામાં પાંચ ઓક્ટોબરના રોજ એકમ કસોટી લેવાશે જ્યારે બીજા સત્ર માં21 ડિસેમ્બર અને 4 તેમજ 18 જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં એક અને 15 ફેબ્રુઆરી, જ્યારે પેલી માર્ચ અને 15 માર્કના રોજ આ એકમ કસોટી લેવામાં આવશે.
મૂલ્યાંકન પરીક્ષા માટે શાળાઓને સમગ્ર શિક્ષા કચેરી મારફત ધોરણ મુજબ પ્રશ્ન બેંક ઓનલાઇન પોર્ટલ પર આપવામાં આવશે શાળા શરૂૂ થવાના સમયના એક કલાક પહેલા આ પ્રશ્ન બેંક ડાઉનલોડ કરવાનું રહેશે ત્યારબાદ એ શિક્ષકોને પ્રશ્ન બેંકમાંથી કસોટી પત્ર બનાવવામાં સરળતા રહે શાળાઓની પીડીએફ સાથે વર્ડ કોપી પણ મોકલવામાં આવશે.