રાજકોટમાં કોરોનાથી પ્રથમ મોત: નવા 9 કેસ
બ્લડકેન્સર, બીપી, ડાયાબિટીસ સહિતની બીમારીથી પીડાતા વૃદ્ધ પોઝિટિવ આવ્યા બાદ મોત
રાજકોટ શહેરમાં તા. 19 મેથી શરૂ થયેલા કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને કુલ કેસનો આંકડો 114 પર પહોંચ્યો છે. ત્યારે જ શહેરમાં પ્રથમ એક 55 વર્ષીય પ્રૌઢનું કોરોનાની સારવાર દરમિયાન મોત પિજ્યાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. તેમજ આજે વધુ 9 કેસ પોઝિટિવ આવતા તમામને હોમ આઈસોલેટ કરી સારવાર ચાલુ કરવામાં આવી છે.
રાજકોટમાં કોરોનાથી મોત થયાનો પ્રથમ બનાવ આજે નોંધાયો છે. ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા 55 વર્ષીય પ્રૌઢને બ્લડ કેન્સર તેમજ ડાયાબીટીસ અને હાઈબીપી સહિતની બિમારી સબબ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ કે જ્યાં કોરોના સંક્રમીત થતાં તેનો રિપોર્ટ પોઝેટીવ આવેલ જેના લીધે તેમને તુરંત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવે પરંતુ 24 કલાકમાં જ ગત રાત્રીના એક વાગ્યે મોત થતાં કોરોનાનો પ્રથમ મોતનો બનાવ બન્યો હતો. જ્યારે આજે વધુ નવ કોરોનાના કેસ આવ્યા છે. જેના લીધો કુલ કેસની સંખ્યા 114 પર પહોંચી છે. આજ સુધીમાં 61 દર્દી સાજા થયા છે. જ્યારે બાકીના 52 દર્દીને હોમ આઈસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી છે. તેમજ એક દર્દીને ઓક્સિજન હેઠળ સિવિલમાં સારવાર આપવામાં આવી રહી હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
શહેરમાં આજે કોરોનાના વધુ નવ કેસ નોંધાયા છે. જેમાં વોર્ડ નં. 8 કાલાવડ રોડ પુરુષ ઉ.વ. 36 તથા નરસીહ પાર્ક 1 પુરુષ ઉ.વ.32 તથા મયુરનગર પુરુષ ઉ.વ. 26 અને વોર્ડ નં. 3 વર્ધમાન નગર પુરુષ ઉ.વ. 26 તથા આકાશદીપ સોસાયટી મહિલા ઉ.વ. 44 અને વોર્ડ નં. 14 કેવડાવાડી મહિલા ઉ.વ. 26ને વોર્ડ નં. 17 રાજલક્ષ્મી સોસાયટી પુરુષ ઉ.વ. 79 અને વોર્ડ નં. 7 હેમુગઢવી હોલ પાછળ મહિલા ઉ.વ. 26 સહિત 9 નવા કેસ નોંધાયેલા છે. જે તમામે વેક્સિનેસનનો કોર્સ પૂર્ણ કરેલ છે. જ્યારે કાલાવડ રોડના પુરુષ દર્દીની ટ્રાવેલ્સ હિસ્ટ્રી મલેશિયા તેમજ વર્ધમાન નગરના પુરુષ દર્દીની હિસ્ટ્રી મુંબઈ હોવાનું જાણવા મળેલ છે.
હાલ તમામ દર્દીઓની સ્થિતિ સ્ટ્રેબલ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. આજે શહેરમાં વધુ 9 કેસ આવતા કુલ કેસનો આંકડો 114 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં સારવાર હેઠળ રહેલા દર્દી પૈકી 61 દર્દી સાજા થતાં તેમને હોમઆઈસોલેટ માથી મુક્તિ આપવામાં આવી છે. જ્યારે એક દર્દી ઓક્સિજન ઉફર અને બાકીના 52 દર્દીને ઘટતી સારવાર આપવામાં આવી રહી હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.