નવા નિયમ મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રથમ કોપી કેસ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દિવાળીના વેકેશન બાદ તુરંત જ સેમેસ્ટર-3 અને 5 ની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. જેમાં ગુજરાતીના પેપરમાં એક વિદ્યાર્થી ગેરરિતી કરતા ઝડપાયો હતો તેની સામે સૌરાષ્ટ્ર યુનિ.ના નવા સ્ટેચ્યુટ મુજબ કોપીકેસ કરવામાં આવ્યો છે. નવા કાયદા મુજબ આ પ્રથમ કોપીકેસ નોંધવામાં આવ્યો છે.
મળતી વિગત મુજબ સેમેસ્ટર-5માં એક્સપ્નેલમાં ગુજરાતનું પેપર આપતો વિદ્યાર્થી ગગોસરાણીકોલેજમાં ચોરી કરતો ઝડપાયો હતો જેમાં વિદ્યાર્થી પોતાના પગમાં પરીક્ષાને સબંધીત લખાણ કરી લાવ્યો હતો અને તેમાંથી ચોરી કરતા ઝડપાયો હતો. તેની સામે યુનિવર્સિટી દ્વારા નવા કાયદા મુજબ કોપીકેસ નોંધવામાં આવ્યો છે. યુનિવર્સિટી દ્વારા 127 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી રહી છે.
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ ગુજરાત ગવર્મેન્ટ ગેજેટ જાહેર કરવામાં આવ્યો છે. તેમાં રાજ્યની યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરિતી કરતા વિદ્યાર્થી ઝડપાય તો તેની સામે સજાની જોગવાઈ કરાઈ છે. પરીક્ષામાં ચોરી કરતા ઝડપાયેલા વિદ્યાર્થીને રૂા. 2500થી લઈને 10 હજાર સુધઈનો દંડ કરવાનો નિયમ બનાવાયો છે.