બોર્ડની પરીક્ષામાં પ્રથમ કોપી કેસ
- સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં અર્થશાસ્ત્રના પેપરમાં એક વિદ્યાર્થી કોપી કરતા ઝપટે ચડ્યો
જામનગરમાં ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં પ્રથમ કોપી કેસ નોંધાતા શિક્ષણ તંત્રમાં હડકંપ મચી ગયો હતો. ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા જામનગરની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં યોજાઈ હતી.જેમાં અર્થશાસ્ત્રના પેપરમાં એક વિધાર્થી કોપી કરતા ઝપટે ચડી ગયો હતો.
ગત સોમવાર થી શરૂૂ થયેલી ધો. 10-1ર ની પરીક્ષા દરમિયાન સવાર ના સેસન માં આજે ધો. 10 ની ગણિત વિષય ની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં 14767 પરીક્ષાર્થી હાજર અને 278 વિદ્યાર્થી ઓ ગેરહાજર રહ્યા છે. આજે ધો.10 માં પરીક્ષા દરમિયાન કોઈ કોપી કેસ નોંધાયો નથી.
જ્યારે બપોરે ધો.12માં સામાન્ય પ્રવાહમાં ઇકોનોમિકસનાં પેપરમાં 8159 હાજર અને 53 વિદ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા .તથા ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 1791 હાજર અને 21 વિદ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. આજે.ધો.12 સામાન્ય પ્રવાહનાં પેપરમાં સેન્ટ ફ્રાન્સીસ સ્કૂલમાં એક કોપી કેસ નોંધાયો હતો.