ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સુરેન્દ્રનગરના કામલપુરમાં ઢોરના ચાલવા મામલે ફાયરિંગ: યૂવકને ગોળી પેટમાં ખુપી ગઇ

12:07 PM Jul 01, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના કામલપુર ગામે રહેતા બે માલધારી યુવાનો સાથે ઢોરના ચાલવા બાબતે એક શખ્સે બોલાચાલી કરી હતી. આ વાતની દાઝ રાખી 7 શખ્સો બાઈક અને કારમાં ધસી આવ્યા હતા અને એક શખ્સે એક યુવાન પર ફાયરીંગ કરતા તેને સારવાર માટે અમદાવાદ લઈ જવાયો છે. બનાવની બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર હથિયારોએ માઝા મુકી છે. ત્યારે દસાડાના બજાણા પોલીસ મથક વિસ્તારમાં ફાયરીંગનો બનાવ સામે આવ્યો છે. ચકચારી બનાવની વધુમાં મળતી માહિતી મુજબ દસાડા તાલુકાના કામલપુર ગામે રહેતા ગોપાલભાઈ નારાયણભાઈ મુંધવા અને લાલાભાઈ સોમાભાઈ ભરવાડ સાથે ગામના દરીયાખાન ઉમરખાન મલેકે ઢોરના ચાલવા બાબતે બોલાચાલી કરી હતી. બન્ને માલધારી યુવાનો ઝઘડો કરવા ન માંગતા હોઈ ત્યાંથી જતા રહ્યા હતા. જયારે તેઓ પરચાધારની જગ્યા પાસે પહોંચ્યા ત્યારે કાર અને બાઈક લઈને દરીયાખાન ઉમરખાન મલેક, અમજીતખાન દરીયાખાન મલેક, અબ્બાસખાન મુસ્તુખાન મલેક, સોહીલખાન સુવાદખાન મલેક, સુવાદખાન ઉમરખાન મલેક, ઈમરાનખાન સુવાદખાન મલેક અને મુસ્તુખાન ઉમરખાન મલેક હાથમાં ધારીયા, લોખંડની દાંતી, નાળવાળી બંદુક, લાકડી, તમંચો લઈને ધસી આવ્યા હતા.

જેમાં અબ્બાસખાને બંદુક વડે ફાયરીંગ કરતા લાલાભાઈને પેટના ભાગે ઈજા થતા સારવાર માટે અમદાવાદ લઈ જવાયા છે. જયારે જતા જતા તેઓએ ગોપાલભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવની બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

આ બનાવમાં લાલાભાઇ સોમાભાઈ ભરવાડ ( ઉમર 45 વર્ષ )ને પગમાં ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ વાનમાં વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર ક્રાઈમ બ્રાન્ચ એસ.ઓ.જી સહિતનો જિલ્લા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
crimefiringgujaratgujarat newsSurendranagarSurendranagar news
Advertisement
Advertisement