દિપાવલી પૂર્વે બજારોમાં ખરીદીની આતશબાજી, વેપારીઓ રાજી રાજી
03:17 PM Oct 13, 2025 IST | Bhumika
Advertisement
દિપાવલીના તહેવારો પૂર્વે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ભારે ઉત્સાહ-ઉમંગ જોવા મળી રહયો છે અને બજારોમા ખરીદીની આતશબાજી સર્જાઇ હોય તેમ રાજકોટ શહેરની બજારોમાં લોકો ખરીદી માટે ઉમટી પડયા હતા અને જુના રાજકોટની ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, સાંગણવા ચોક, ગુંદાવાડી સહિતનાં વિસ્તારોમાં અકડેઠઠ મેદની ઉમટી પડતા મોડી રાત સુધી પગ મુકવાની જગ્યા મળે નહીં તેવી સ્થિતિ જોવા મળી હતી. અચાનક નીકળેલી સારી ઘરાકીના કારણે વેપારીઓનાં મોઢા ઉપર પણ લાલી આવી ગઇ છે.
Advertisement
Advertisement