રેસકોર્ષ ખાતે 18મીએ આતશબાજીનું આયોજન
18 પ્રકારના 1200થી વધુ ફટાકડાની અવનવી આઇટમનો નજારો એક કલાક જોવા મળશે, પાંચ દિવસીય દિવાળી કાર્નિવલ યોજાશે
શહેરમાં વસવાટ કરતા તમામ પરિવારના બાળકો દિવાળીના તહેવારો દરમિયાન અમૂક મોંઘા ભાવના ફટકડા ફોડી શકતા નથી. આથી મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેરી જનો માટે દર વર્ષે રેસકોર્ષ ખાતે આતશબાજીનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે પણ રેસકોર્ષ ખાતે તા.18/10ને ધનતેરશના દિવસે આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથો સાથ પાંચ દિવસીય દિવાળી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યુુંં છે. અત્યારના લેટસ 18 પ્રકારના 1200થી વધુ ફટકડાની અવનવી વેરાઇટીનો નજારો એક કલાક જોવા મળશે.
મહાનગરપાલિકાના સાંસ્કૃતિક વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે પણ રેસકોર્ષ ખાતે આતશબાજી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના માટે ફટકડાની ખરીદીનું ટેન્ડર આઇટમોના લીસ્ટ સાથે પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જે એજન્સી દ્વારા ટેન્ડરમાં દર્શાવેલ ફટકડાના ગેેંરેટી સાથેના ઓછા ભાવ ભરવામાં આવશે તે એજન્સીને નિયમ અનુસાર કામ આપવામાં આવશે. તેવી જ રીતે શરત મુજબ 1200થી વધુ આઇટમોનું અટક્યા વગર 1 કલાક પ્રદર્શન કરવાનું રહેશે. આગામી તા.18/10/2025ને ધનતેરશના દિવસે રેસકોર્ષના ક્રિકેટ સ્ટેડિયમમાં આતશબાજી યોજાશે.
ફટાકડાના પ્રકાર અને સંખ્યા
આઇટમ નંગ-કેક
કોમેન્ટ 200 નંગ
માઈન્સ 200 નંગ
એરીયલ ઘોટ 700 નંગ
240 મલ્ટીકલર એરીયલ શોટ 10 નંગ
120 મલ્ટી કલર શોટ 10 નંગ
100 શોટ - કેકલીંગ 04 નંગ
100 શોટ - મ્યુઝીકલ 04 નંગ
100 શોટ -સાઇરન 04 નંગ
નાયગ્રા ફોલ્સ (200 ફુટ) 01 નંગ
હેપી દિવાલી બોર્ડ 01 નંગ
પીકોક 01 નંગ
ઝાડથી ઇન વન ખજૂરી 02 નંગ
ઝાડ સુર્યમુખી (ઢી સુર્યમુખી ) 02 નંગ
ઝાડ પામ (ઢી પામ ) 02 નંગ
ઝાડ ગોલ્ડન સ્ટાર (ટ્રી ગોલ્ડન સ્ટાર) 02 નંગ
ઝાડ ઇલેકટ્રીક ખજૂરી 01 નંગ
ઝાડ અશોકચક્ર (ટ્રી અશોક ચક્ર ) 02 નંગ
તારા મંડળ મોટા (બીગ સ્પાકલ્સ) 05 પેકેટ