For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચારે તરફ આગ, પથ્થરમારો, નેપાળ ગયેલા સુરેન્દ્રનગરના દંપતીનો વીડિયો વાયરલ

01:05 PM Sep 11, 2025 IST | Bhumika
ચારે તરફ આગ  પથ્થરમારો  નેપાળ ગયેલા સુરેન્દ્રનગરના દંપતીનો વીડિયો વાયરલ

નેપાળમાં હાલ ઝેન ઝી આંદોલન વચ્ચે સરકાર પડી ગઇ છે અને અફરાતફરીનો માહોલ છે. નેપાળ પ્રવાસે ગયેલા પ્રવાસીઓ ત્યાં અટવાઇ ગયા છે. સુરેન્દ્રનગરથી પશુપતિનાથ દર્શન કરવા ગયેલા દંપતી પણ ત્યાં સલવાઇ જતા સરકાર પાસે મદદ માંગતો વીડિયો ફરતો કર્યો હતો.

Advertisement

સુરેન્દ્રનગરથી પશુપતિનાથ ગયેલા દંપતી વિરેનભાઇ ડાભી અને તેમના પત્નિ ગૌરવીબેન નેપાળમાં હાલ અટવાઇ જતા સોશીયલ મીડિયામાં વીડિયો ફરતો કરી સરકાર પાસે મદદની માંગ કરી હતી. વીડિયોમાં જણાવ્યા મુજબ અમે સુરેન્દ્રનગરથી પશુપતિનાથ દર્શને 4 તારીખે અમદાવાદથી નીકળી કાઠમાડુ 9 તારીખે પહોંચ્યા ત્યાં હોટલ ગૌશાળા આશ્રામમાં ઉતર્યા પછી તોફાનો ચાલુ થયા હતા.

ચારે કોર આગ ચંપી વાહનો સળગાવ્યા પથ્થર મારો ઇલેક્ટ્રિક થાંભલા તોડ્યા, સર્કિટ હાઉસ પોલીસ સ્ટેશનને આગ ચંપી ચારે તરફ આગ અને ધુમાડા ગોટે ગોટા હતા જોનાર વ્યક્તિના ધબકારા વધી જાય છે.સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્યાં ફસાયેલા કે મુસાફરી કરી રહેલા જિલ્લાના નાગરિકો માટે તાત્કાલિક હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે. આ અંગે ડિઝાસ્ટર મામલતદાર મયુરભાઇ દવેએ જણાવ્યું કે હાલ કોઇ અમારો સંપર્ક કર્યો નથી પણ કોઇ નાગરિક ફસાયા હોય તો તેમના પરિવારજનોને તાત્કાલિક જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, સુરેન્દ્રનગર ફોન નંબર:- 02752 - 284300, 02752 - 285300 ઉપર સંપર્ક કરવો. જો કોઈ ભારતીય નાગરિક કાઠમંડુમાં સંપર્કમાં હોય તો નેપાળ સ્થિત ભારતીય એમ્બેસીના હેલ્પલાઇન નંબર +977 - 980 860 2881, +977 - 981 032 6134 ઉપર સંપર્ક કરવા તેમજ ભારત ખાતે રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, ગાંધીનગર ફોન નંબર:- 079 - 23251900, 079 - 23251902, 079 23251914 ફોન કરવા જણાવ્યું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement