For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શહેરની તમામ બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટી અને NOCના તપાસના આદેશ

06:46 PM Mar 15, 2025 IST | Bhumika
શહેરની તમામ બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટી અને nocના તપાસના આદેશ

ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ ફરી વખત એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં આગ લાગતા ત્રણ યુવાનોના મોત નિપજ્યા છે. જેના લીધે ફરી એક વખત બીયુ સર્ટી અને ફાયર એનઓસી મુદ્દે તંત્ર દ્વારા કરવામાં આવેલ કામીરી ઉપર સવાલો ઉભા થયા છે. જેના લીધે એટલાન્ટીસ દુર્ઘટનામાં રહેણાકની બિલ્ડીંગમાં ફાયર એનઓસી અને ફાયર સેફ્ટી મુદ્દે ટીઆરપી ગેમઝોન બાદ કરેલા ચેકીંગમાં ઢિલાસ કરવામાં આવી હોય તેવુ બહાર આવતા તંત્ર દ્વારા શહેરની કોમર્શીયલ અને રહેણાક સહિતની તમામ બિલ્ડીંગોમાં બીયુ અને ફાયર સેફ્ટી અંગે ફરી એક વખત ચેકીંગ કરવાના આદેશ આપ્યા હોવાનું જાણવા મળેલ છે.

Advertisement

એટલાન્ટિસની દુર્ઘટના બાદ મહાનગરપાલિકાએ ફરી એક વખત ફાયર સેફ્ટી અને બીયુ સર્ટી અંગે નવેસરથી કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ શહેરની તમામ કોમર્શીયલ બિલ્ડીંગોમાં ચેકીંગ હાથ ધરી અનેક એકમોને સીલ મારી દેવામાં આવ્યા હતાં. તેના લીધે આ પ્રકારના તમામ એકમોએ સીલ ખોલવા માટે ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરી એનઓસી મેળવી લીધી છે. પરંતુ આ કામગીરી દરમિયાન રહેણાકની બિલ્ડીંગોમાં પણ નોટીસો આપી ફાયર સેફ્ટીના સાધનો ફીટ કરાવવાની સુચના અપાઈ હતી.

હેણાકની બિલ્ડીંગો સીલ થઈ શકતા ન હોય અનેક રહેણાકની ઈમારતોમાં એસોસીએશન દ્વારા બેદરકારી દાખવી ફાયર સેફ્ટી મુદ્દે ધ્યાન ન આપતા ગઈકાલે એટલાન્ટીસમાં આગની દુર્ઘટના બની હતી. તેમાં પણ એસોસીએશનની બેદરકારી સામે આવી છે. જેના લીધે કોમર્શીયલ એકમોની કાર્યવાહી લગભગ 100 ટ કા પુર્ણ થઈ ગયેલ છે. જેની સામે રહેણાકના બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટી સહિતની અનેક કામગીરી અધુરી રહી ગઈ હોવાનું બહાર આવ્યું છે. આથી ફાયર વિભાગ સાથે મીટીંગ યોજ્યા બાદ આજે બપોરે શહેરની કોમર્શીયલ અને રહેણાક સહિતની તમામ ઈમારતો કે જેમાં ફાયર સેફ્ટીના નિયમોની અમલવારી થઈ શકતી હોય અને ફાયર એનઓસી ફરજિયાત હોય તેવા તમામ બિલ્ડીંગોમાં ચેકીંગ કામગીરી હાથ ધરવાના આદેશ આપવામાં આવ્યા છે. જેના લીધે સંભવત આવતી કાલથી ફાયર વિભાગ અને ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement