અગ્નિકાંડ: તબીબો જુબાની આપે તે પૂર્વે જ મુદત પડી: તા.4 સપ્ટેમ્બરે સુનાવણી
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતને હચમચાવતી ગોઝારી અગ્નિકાંડ દુર્ઘટનાના કેસમાં જુબાની આપવા હાજર થયેલા ત્રણ તબીબી જુવાની લેવાય તે પહેલા જ કેસના એક આરોપીએ કોર્ટમા મુદત અરજી આપતા અદાલતે આ કેસની વધુ સુનાવણી આગામી તા.4 સપ્ટેમ્બર ઉપર મુલતવી રાખી છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટના નાના મવા રોડ નજીક સયાજી હોટલ પાછળ આવેલ ટીઆરપી ગેમઝોનમાં ગત તા.25/5/2024ની સાંજે આગ લાગતા 27 લોકો જીવતા ભડથું થઈ ગયા હતા.
અને ત્રણેક લોકોને ઇજા થઇ હતી. જે અંગે પોલીસ ફરિયાદી બની તાલુકા પોલીસ મથકમાં આઇપીસી 304, 308, 337, 338, 36, 46, 466, 471, 474, 201, 120બી, 114 મુજબ ટીઆરપી ગેમઝોનના સંચાલકો, ભાગીદારો ખેડૂત, ગેમઝોન મેનેજર, મહાનગર પાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર, આસિસ્ટન્ટ ટીપીઓ, ફાયર સ્ટેશન ઓફિસર, એન્જીનીયર સહિત16 વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અગ્નિકાંડની ઘટનામાં પ્રકાશચંદ હીરનનું મોત થયું હતું. જેથી 15 આરોપીની ધરપકડ કરી તમામ આરોપી સામેની તપાસ પૂરી થતાં કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવ્યું હતું બાદમાં આ કેસ સેશન્સ ટ્રાયેબલ હોય સેશન્સ કોર્ટમાં કમિટ કરવામાં આવતા કોર્ટમાં કેસ શરૂૂ થયો હતો. આજે મૃતકોનું પીએમ કરવાની કાર્યવાહી કરનાર ત્રણ તબીબી સાહેદોના સમન્સના આધારે જુબાની આપવા માટે કોર્ટ સમક્ષ હાજર થયા હતા પરંતુ આરોપી પૈકીના એક આરોપી જયદીપ ચૌધરીએ કોર્ટમાં મુદત રિપોર્ટ આપતા અદાલતે આરોપીની મુદત અરજી મંજૂર કરતા વધુ સુનાવણી આગામી તા.4 સપ્ટેમ્બર ઉપર મુલતવી રાખવામાં આવી છે.
આ કેસમાં સરકાર પક્ષે સ્પેશિયલ પીપી તુષાર ગોકાણી, એડિશનલ સ્પે. પીપી નિતેશ કથીરિયા, પીડિત પરિવાર વતી એડવોકેટ સુરેશ ફળદુ અને એના નરેન્દ્રસિંહ જાડેજા રોકાયા હતા.