For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મુખ્યમંત્રીના આગમન પૂર્વે જ એરપોર્ટ નજીક ગેસના ટેન્કરમાં આગ

03:52 PM Oct 11, 2025 IST | Bhumika
મુખ્યમંત્રીના આગમન પૂર્વે જ એરપોર્ટ નજીક ગેસના ટેન્કરમાં આગ

રાજકોટમાં આજે મુખ્યમંત્રીના આગમન પૂર્વે ગત મોડી રાત્રે રાજકોટ કુવાડવા હાઇવે પર હીરાસર એરપોર્ટ નજીક ગેસના ટેન્કરમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. બેટી રામપરાના પુલ પાસે ચાલુ ટેન્કરમાં આગ લાગતા હાઇવે ઉપર ભયનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતા તાત્કાલીક ફાયર બ્રિગેડ અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. જો કે, ગેસનું ટેન્કર ખાલી હોવાથી મોટી દુર્ઘટના બનતા અટકી ગઇ હતી. ફાયર બ્રિગેડના સ્ટાફે આગ પર કાબુ મેળવતા લોકોએ રાહતો શ્ર્વાસ લીધો હતો.

Advertisement

જાણવા મળતી વિગત મુજબ રાજકોટ કુવાડવા હાઇવે પર હીરાસર એરપોર્ટ નજીક બેટી રામપરા ગામના પુલ પાસે ગત મોડી રાત્રે 2 વાગ્યાના અરસામાં ગેસના ટેન્કરમાં અચાનક આગ લાગી હતી. ટેન્કર ચાલકે સમય સૂચકતા વાપરી ટેન્કરને ઉભુ રાખી દીધુ હતું. થોડીવારમાં જ ટેન્કરમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગતા આસપાસના વિસ્તારમાં અને હાઇવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવને પગલે વાહન ચાલકો અને ગ્રામજનો ઘટના સ્થળે એકઠા થઇ ગયા હતા. આગ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા કોઠારીયા રોડ ફાયર સ્ટેશન અને ઇઆરસી સેન્ટરથી ફાયરબ્રિગેડનો સ્ટાફ બે ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો.

બીજી તરફ એરપોર્ટ પોલીસ પણ દોડી ગઇ હતી. આગ ટેન્કરના બોનેટના ભાગે લાગી હોય ફાયરબ્રિગેડના સ્ટાફ દ્વારા તાત્કાલીક પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ફાયરબ્રિગેડની તવરીત કામગીરીને કારણે મોટી દુર્ઘટના બનતા અટકી ગઇ હતી. જો કે, સદ્નસીબે ગેસનું ટેન્કર ખાલી હોવાથી કોઇ જાન હાથી થઇ ન હતી. પ્રાથમિક તપાસમાં બોનેટના ભાગે સ્પાર્ક થતાં શોર્ટ સર્કિટથી લાગી હોવાનુ જાણવા મળ્યુ છે. ઉલ્લેખનીય છે કે, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ આવવાના હોય તે પૂર્વ જ એરપોર્ટ નજીક આગ લાગતા તંત્રમાં પણ દોડધામ મચી જવા પામી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement