For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોડીનારમાં શોર્ટ સર્કિટથી આગ: મંડપ સર્વિસનો સામાન ખાક

12:03 PM Feb 27, 2024 IST | Bhumika
કોડીનારમાં શોર્ટ સર્કિટથી આગ  મંડપ સર્વિસનો સામાન ખાક

કોડીનારના છારાઝાંપા વિસ્તારમાં હેલત વાડી, કલ્યાણ સોસાયટીમાં આવેલાં મંડપ સર્વિસના ખાનગી ગોડાઉનમાં સવારે અચાનક આગ લાગી હતી.આ આગે જોતજોતા માં વિકરાળ સ્વરૂૂપ ધારણ કરી લેતા પ્રથમ સ્થાનિકોએ પાણીનો મારો ચલાવ્યો હતો.ત્યારબાદ કોડીનાર નગરપાલિકાની ફાયબ્રિગેડની ટીમ તાત્કાલિક આવી અને ફાયર વ્હિકલ દ્વારા પાણીનો મારો ચલાવતા મહામહેનતે આગ પર કાબુ કરવામાં આવ્યો હતો.ગોડાઉનમાં રહેલો લાખો રૂપિયાનો મંડપ સર્વિસનો માલ સામાન બળીને ખાક થઈ ગયો હતો.ગોડાઉન પાસે પસાર થતી પી.જી.વી.સી.એલની વીજ લાઈનમાં શોર્ટ સર્કિટથી આગ લાગવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે.

Advertisement

આ બનાવમાં મંડપ સર્વિસના માલીક નિલેશભાઈ નાથાભાઈ વાજાએ પી.જી.વિ.સી.એલ સમક્ષ કરેલી અરજીમાં જણાવ્યું હતું કે આજે સવારે 8:45 ના સમય દરમ્યાન અમારા મંડપ સર્વિસનાં ગોડાઉનમાં આગ લાગી હતી.અમારા ગોડાઉનમા રહેલો મંડપ સર્વિસનો તમામ માલ સામાન, પશુઓનો ઘાસ ચારો તથા ફર્નિચરનો સમાન હતો તે આગ લાગવાના કારણે બળી અને રાખ થઈ ગયો છે. આ આગ લાગવાનું કારણ કોડીનાર ગામે આવેલાં ખેતીની જમીન વિસ્તારમાં આવેલાં પબાળનાથથ ટી.સી.માંથી અમોની ખેતીની જમીનનું ખેતીવાડી વીજ કનેક્શન આપેલું છે.

જેમા એક ટી.સી.બંધ હાલતમાં આવ્યું હતું. અને અમારુ વીજ કનેકશન બીજા બાળનાથ ટી.સી. જે બાજુમા આવેલ છે. જેમાંથી અમોને ખેતીવાડી વીજ કનેકશન આપવામા આવેલ છે.જે ખેતીવાડી વીજ કનેકશન અમારા ગોડાઉનમા ફીટ કરેલ હતુ. અને ચાલુ હાલતમાં આવેલ છે.અને જે થ્રી ફેજ કનેકશન છે.આ થ્રી ફેઝ સર્વિસ કેબલમા શોર્ટ સર્કિટ થવાના કારણે અમારા કનેકશનમા શોર્ટ સકીટ થવાના કારણે અમારા ગોડાઉનમા આગ લાગેલ છે. સાથો સાથ અરજીમાં જણાવ્યું હતું કે અમારા દ્વારા 4 માસ પૂર્વે તા.10/10/2023 ના રોજ ખેતીવાડી ફીડરનો 11 કે.વિ.કેબલ બળી જવાથી ટી.સી. બંધ છે જે બાબતનો અરજ અહેવાલ રજુ કરેલ હતી.

Advertisement

જેનું આજદીન સુધી નિવારણ આવેલ નથી. ત્યારે આ આગ લાગવાના કારણે ગોડાઉનમાં રહેલ મંડપ સર્વિસનો તમામ માલસમાન, પશુઓનો ઘાસ ચારો, ફર્નિચર તમામ બળીને રાખ થયેલ છે જેના કારણે થયેલ આર્થિક નુકશાની આશરે રૂા.38,00,000/- થી 40,00,000/- ની ખુબ મોટી આર્થિક નુકશાની ગયેલ છે.અને અમારા ધંધાનો તમામ માલ બળીને રાખ થઈ જતા અમોની આર્થિક પરિસ્થિતી ખરાબ થયેલ છે.તેવું જણાવી અરજદારે પી.જી.વિ.સી.એલ સમક્ષ પુરેપુરુ વળતર આપવા માંગણી કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement