For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અગ્નિકાંડ કેસ સેશન્સ કોર્ટમાં થયો કમિટ: 3જી સપ્ટેમ્બરે પ્રથમ સુનાવણી

03:50 PM Aug 21, 2024 IST | admin
અગ્નિકાંડ કેસ સેશન્સ કોર્ટમાં થયો કમિટ  3જી સપ્ટેમ્બરે પ્રથમ સુનાવણી

આરોપીઓને પોલીસ જાપ્તા સાથે રજૂ કરાયા, નીચેની કોર્ટ દ્વારા ઉપલી કોર્ટને કેસ સોંપાયો; તમામને ચાર્જશીટની કોપી અપાઇ

Advertisement

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતને હચમચાવી દેનાર અગ્નિકાડ ના બનાવમા પકડાયેલા 15 આરોપી સામે કોર્ટમાં ચાર્જસીટ મુકાયા બાદ આજે આ કેસ કેમીટ કરવાની મુદત હોય આ કેસના તમામ આરોપીને આજે કોર્ટમાં હાજર રખાયા હતા દરેકને ચાર્જસીટની કોપી અપાયા બાદ આ કેસને નીચેની કોર્ટ દ્વારા સેશન્સ કોર્ટમાં કમિટ કરવામાં આવ્યો હતો. આ કેસ સેશન્સ કમિટ થતાં સેશન્સ કોર્ટ દ્વારા આગામી તારીખ ત્રીજી સપ્ટેમ્બરે પ્રથમ સુનાવણી રાખવામાં આવી છે.

આ કેસની હકીકત મુજબ રાજકોટ શહેરના કાલાવડ રોડ નજીક નાના મવા વિસ્તારમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં તારીખ 28/ 5/2024 ના રોજ આગ ફાટી નીકળવામાં નાના બાળકો અને ગેમઝોનના કર્મચારી સહિત 27 લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવ વાળી જગ્યા ફાયર એનઓસી લેવામાં આવેલ ન હોય તંત્ર દ્વારા ગેમ ઝોનના ભાગીદારો અને તંત્રના જવાબદાર અધિકારી ની સાઠગાઠ હોવાના કારણે દુ:ખદ ઘટના બની હતી.

Advertisement

આ બનાવને ગંભીરતા લઇ રાજ્ય સરકાર દ્વારા સીટની રચના કરવામાં આવી હતી. જે તપાસમાં ખેડૂત ભાઈઓ, ટીઆરપી ગેમના ભાગીદારો અને જવાબદાર અધિકારી સહિત 16 શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. તપાસ પૂર્ણ થતા તમામને જેલ હવાલે કરાયા હતા. બાદ તપાસનીશ દ્વારા અદાલતમાં ચાર્જસીટ રજૂ કરી હતી. આ કેસ સેશન્સ ટ્રાયેબલ હોય નીચેની અદાલત દ્વારા કેસ આજે સેશન્સ કમિટ કરવામાં આવ્યો હતો.

આ કેસમાં સંડોવાયેલા 15 આરોપીને અદાલતમાં હાજર રખાયા હતા. દરેકને ચાર્જસીટની કોપી અપાયા બાદ આ કેસને નીચેની કોર્ટ દ્વારા સેશન્સ કોર્ટમાં કમિટ કરવામાં આવ્યો હતો. આ કેસ સેશન્સ કમિટ થતાં સેશન્સ કોર્ટ દ્વારા આગામી તારીખ ત્રીજી સપ્ટેમ્બરના રોજ પ્રથમ સુનાવણી રાખવામાં આવી છે. આ કેસમાં સરકાર પક્ષે સ્પે.પી.પી. તુષાર ગોકાણી અને એડી. પી.પી. નીતેષ કથીરીયા તેમજ ભોગ બનનાર પરીવાર વતી રાજકોટ બાર એશોશીયેશનના પ્રમુખ બકુલ રાજાણી, ઉપ પ્રમુખ સુરેશ ફળદુ અને કારોબારી સભ્ય અજયસીહ ચૌહાણ રોકાયા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement