રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બોરમાં બાળકો ફસાવાની ઘટનામાં અગમચેતી બતાવતું ફાયર બ્રિગેડ

12:03 PM Feb 08, 2024 IST | Bhumika
Advertisement

જિલ્લાપંથકમાં આવી 4 ઘટના સમયે ફાયરબ્રિગેડની ઉત્કૃષ્ટ ફરજ : ચીફ ફાયર ઓફિસર બિશ્ર્નોએ આપ્યું માર્ગદર્શન

Advertisement

રાજ્યમાં એકથી લઇને પાંચ વર્ષ સુધીના માસૂમો બોરમાં ફસાવવાની ઘટના અવારનવાર સામે આવી રહી છે. આવી આકસ્મિક ઘટનાઓમાં જિંદગી સામે જંગ લડતા બાળકોને બચાવવા દેવદૂત બનીને સૌપ્રથમ ફાયર સહિત ઘટના સ્થળે પહોંચે છે. ગુજરાતના છેવાડે આવેલા જામનગર જિલ્લામાં ફાયર વિભાગ સતત દોડતું રહે છે નાના મોટા આગના છમકલાથી માંડી ઇમારતો ધરાશાયી થવાની ઘટનામાં સૌથી પહેલા ફાયર વિભાગના જાબાજ અધિકારીઓ-કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચે છે. ટૂંકા ગાળામાં જ હાલાર પંથકમાં લગભગ ચાર આવી ઘટનાઓ સામે આવી છે. પ્રથમ જોડિયા તાલુકાના તમાચણ ગામ, ત્યારબાદ દ્વારકા જિલ્લાનું રાણ ગામ ભાણવડ તાલુકાનું ગુંદા ગામ અને લાલપુર તાલુકાનું ગોવાણાં ગામ. જેમાં બાળકો બોરમાં ફસાઈ ગયાની ઘટના સામે આવી છે. આ તમામ બાળકોને મદદે ફાયર વિભાગ દ્વારા કેવી કામગીરી કરવામાં આવે છે અને આ ઘટના ન બને તે માટે લોકોએ કઇ કાળજી રાખવી તે મામલે ચીફ ફાયર ઓફિસરે લોકોને માર્ગદર્શન આપ્યું હતું.

બોરમાં પણ બાળકો ફસાવવાની ઘટનામાં પણ ફાયર વિભાગ યુદ્ધના ધોરણે કામગીરી કરે છે. છેલ્લા એક વર્ષમાં જામનગર ફાયર વિભાગની ટીમ ત્રણ થી ચાર જેટલી આવી ઘટનાઓ રિસ્પોન્સ કરી સરાહનીય કામગીરી કરી છે. જામનગર ફાયર વિભાગની ટીમ મોરબી દ્વારકા અને જામનગર જિલ્લામાં બોરમાં ફસાયેલા બાળકોને બહાર કાઢવા સૌથી પહેલા પહોંચે છે. છેલ્લા પાંચ વર્ષમાં જામનગર ફાયર વિભાગની ટીમે આવા 6 થી 8 ઓપરેશન હાથ ધર્યા હતા.
સમગ્ર કામગીરી વર્ણવતા જામનગર ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર કે.કે. બીશ્ર્નોએ જણાવ્યું હતું કે ગામડાના વાડી વિસ્તારમાં બોરમાં બાળકો ફસાવવાની ઘટના જાણ થતા જ અમે ક્ષણભરનો વિલંબ કર્યા વગર તુરંત ઘટનાસ્થળે પહોંચીએ છીએ. જ્યાં સૌપ્રથમ કામ બાળકને ઓક્સિજન આપવાનું હોય છે. એટલા માટે પહેલા આ અંગેની વ્યવસ્થા કરવામાં આવે છે. ત્યારબાદ દોરી વડે બાળકને શક્ય હોય તો બહાર કાઢવાની પ્રયાસ કરવામાં આવે છે. જો આમ સફળતા ન મળે તો તરત જ બોરની બાજુમાં જેસીબી મારફતે ખાડો ખોદી બાદમાં બાળકને ઉગારવામાં આવે છે. રેસ્ક્યુ કરી લીધા બાદમાં 108 ની ટીમ દ્વારા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. આમ સમગ્ર કાર્યવાહી જેટ ગતિએ કરાઈ છે.

આવી વિકટ પરિસ્થિતિમાં આવતા અવરોધો અંગે તેઓએ જણાવ્યું હતું કે બોરવેલ ખૂબ નાની જગ્યામાં હોવાથી રેસ્ક્યુ કરવું અત્યંત અઘરું હોય છે. કારણ કે કેટલા ફૂટનો બોર છે અને બાળક કેટલા ફૂટ ફસાયું છે તે જાણવું પણ ખૂબ જ અઘરું હોય છે. જેના જરૂૂરી એક્સેસ હોતા નથી તેમ જ બોર માટીનો હોવાથી અન્ય કોઈ સાધન સામગ્રી કામ ન આવતી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.

Tags :
Fire brigadegujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement