સિવિલ હોસ્પિટલના એક્સરે વિભાગમાં આગનું છમકલું, નાસભાગ
300થી વધુ દર્દીઓની હાજરીમાં પેનલ બોક્સ સળગ્યું, અમૂક દર્દીઓ સ્ટ્રેચર મૂકીને ભાગ્યા
અન્નક્ષેત્રએ વીજજોડાણ ખેંચી લેતા ઓવરલોડના કારણે શોર્ટ સર્કિટ થઈ, સ્ટાફે આગ કાબુમાં લઈ લેતા મોટી દુર્ઘટના અટકી
રાજકોટની સિવિલ હોસ્પિટલના એક્સરે વિભાગના ઈલેક્ટ્રીક પેનલ બોક્ષમાં આગનું છમકલું થતાં દર્દીઓમાં ભારે નાસભાગ મચી જવા પામીહ તી. અમુક દર્દીઓ તો સ્ટ્રેચર મુકીને ભાગ્યા હતાં.
જો કે, હોસ્પિટલના સ્ટાફે જ આગ કાબુમાં લઈ લેતા સૌએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.
મળતી માહિતી મુજબ આજે સવારે 11:30 વાગ્યા આસપાસ સિવિલ હોસ્પિટલના એક્સરે વિભાગના રૂમ નં. 21માં ઓવરલોડના કારણે ઈલેક્ટ્રીક પેનલ બોક્સમાં આગ લાગી હતી.
અચાનક આગ લાગતા અને ધુમાડાના ગોટા નિકળવા જતાં એક્સરે વિભાગમાં હાજર 300થી વધુ દર્દીઓ અને લોકોમાં નાશભાગ મચી ગઈ હતી.
હાલ અમરનાથ યાત્રાના યાત્રિકોના મડિકલ ચેકઅપ ચાલી રહ્યા હોવાથી એક્સરે વિભાગાં 300થી વધુ દર્દીઓ હાજર હતાં. ફુલ ગીર્દી સમયે જ આગનું છમકલું થતાં નાસભાગ મચી હતી. સ્ટ્રેચરમાં સુતેલા દર્દીઓ પણ સ્ટ્રેચર મુકીને ભાગ્યા હતાં.
હોસ્પિટલના સ્ટફના કહેવા મુજબ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જ આવેલ સિતારામ અન્નક્ષેત્રના સંચાલકોએ એક્સરે વિભાગમાંથી વિજળીનું જોડાણ ખેંચ્યુ હોય, ઓવર લોડના કારણે પેનલબોક્સમાં શોર્ટ સર્કીટથી આગ લાગી હતી. જો કે, સ્ટાફે સમયસર અગ્નિશામક બાટલાની મદદથી આગ કાબુમાં લઈ લેતા કોઈ મોટી દુર્ઘટના અટકી હતી.
આ બારામાં એક્સરે વિભાગના એચ.ઓ.ડી, સિવિલ સર્જન, તબીબી અધિક્ષક અને આર.એમ.ઓ. સહિતના જવાબદાર અધિકારીઓને જાણ કરી અન્ન ક્ષેત્રનું વીજજોડાણ દૂર કરવા જણાવાયું છે.
સીતારામ અન્ન ક્ષેત્રનો ગેરકાયદે અડિંગો, વીજ જોડાણ પણ ગેરકાયદે
સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલી વિશાળ જગ્યામાંસીતારામ અન્નક્ષેત્રનો કબજો છે અને વીજ જોડાણ પણ સિવિલ હોસ્પિટલમાંથી બારોબાર ખેંચી લીધું હોવાનું હોસ્પિટલના જવાબદાર અધિકારીઓએ જણાવ્યું હતું. સિવિલ હોસ્પિટલના અધિકારીઓએ આ બારામાં જિલ્લા કલેક્ટરથી માંડી ગાંધીનગર સુધી લેખિત ફરિયાદો કરી છે. પરંતુ અન્ન ક્ષેત્ર વાળી જગ્યા ખાલી કરાવવામાં તંત્ર આંખ આડા કાન કરતું હોવાનું જણાવાય છે. અન્નક્ષેત્ર દ્વારા સિવિલમાં અપાતા ગરીબ દર્દીઓ અને લોકોને ભોજન આપવા સહિતની સેવા કરવામાં આવતી હોવાથી તંત્ર જગ્યાખાલી કરાવતુ નથી. હોવાનું જણાવાય છે.