હડિયાણા ગામે પવનચક્કીના ટાવરમાં આગ લાગતાં દોડધામ
01:21 PM Nov 25, 2024 IST | Bhumika
Advertisement
જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના હડિયાણાં ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં આજે સવારે 9.30 વાગ્યે અકસ્માતે સોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને અંદર વાયરિંગ સળગવા લાગ્યું હતું.જે આગની ગરમીના કારણે પવનચક્કીની બહારની સાઈડના ભાગમાં આગ ના બળવાના કાળા નિશાનો દેખાયા હતા, અને પવનચક્કી ખૂબ જ ગરમ થઇ હતી. જે બનાવ અંગે સુજલોન કંપનીના સ્થાનિક મેનેજર દ્વારા જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખા નો સંપર્ક સાધવામાં આવ્યો હતો, અને ફાયર શાખાની ટુકડી તાબડતોબ ઘટના સ્થળે પહોંચી હતી.જ્યાં અંદાજે 35 ફૂટ ઉંચે સુધી પાણીનો મારો ચલાવી પવન ચક્કીના ટાવરની બોડી માં કૂલિંગ કર્યું હતું, અને આખરે આગ કાબુમાં આવી ગઇ હોવાથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો. ઉપરાંત પવનચક્કી ને થતી લાંબી નુકસાની અટકી હતી.
Advertisement
Advertisement